Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

દુનિયાના કેટલાક સુપરરિચ લોકો રોમાંચ અને ખાસ અનુભવની શોધમાં પોતાના જીવને જોખમમાં પણ નાંખીને એક્સસ્ટ્રીમ ટૂરિઝમની તરફ વધી રહ્યા છે. દરિયાના ઊંડાણથી લઇને અંતરિક્ષની યાત્રા કરનાર એક્સટ્રીમ ટૂરિઝમ સેક્ટર 2030 સુધી 6.5 ટકાના વાર્ષિક દરે વધવાની આશા છે. આ ક્ષેત્રમાં સૌથી વધુ હિસ્સો અંતરિક્ષ પ્રવાસનો છે. અમેરિકાની ખાનગી સ્પેસ કંપની વર્જિન ગેલેક્ટિક કંપની આજે પ્રાઇવેટ અંતરિક્ષ યાત્રીઓની સાથે પ્રથમ મિશન લોન્ચ કરી રહી છે. આ કંપનીની બીજી કોમર્શિયલ ફ્લાઇટ છે. તેમાં ત્રણ લોકો અંતરિક્ષની યાત્રાએ જશે. જેમાં માતા-દીકરી કીશા શેહાફ અને અનાસ્તાશિયા મેયર્સ, જે લોકોએ લોટરીમાં સીટ જીતી છે. 80 વર્ષના પૂર્વ ઓલિમ્પિયન જોન ગુડવિન સામેલ છે.

1. ડીપ-સી ટૂરિઝમ
દરિયાઇ યાત્રા : ટાઇટેનિકના કાટમાળની યાત્રા હતી. આઠ કલાકની યાત્રા માટે ઓશન ગેટ કંપની બે કરોડ રૂપિયા લે છે. 250 લોકોએ ટાઇટેનિકનો કાટમાળ નિહાળ્યો છે. ઇવાઇઓએસ લોકોને 6.5 કરોડ રૂપિયામાં મારિયાના ટેંચની યાત્રા કરાવવાની તૈયારીમાં છે.

2. પોલ ટૂરિઝમ
અન્ટાર્કટિકા : ગયા વર્ષે અન્ટાર્કટિકા એક લાખ કરતાં પણ વધારે પ્રવાસીઓ પહોંચ્યા હતા. અન્ટાર્કટિકા માટે પાંચ દિવસની યાત્રા માટેની કિંમત 62 લાખ રૂપિયા છે. રશિયાની ઓમ્યાકોનની ખીણના -71.2 ડિગ્રી સેલ્સી. તાપમાનમાં જવાનો 4 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે.

3. માઉન્ટ ટૂરિઝમ
એવરેસ્ટ તમામની પસંદ : એવરેસ્ટના શિખર પર જવા માટે દર વર્ષે દુનિયાભરના દેશોમાંથી 800 લોકો પ્રયાસ કરે છે. બેઝ કેમ્પના 14 દિવસના ટ્રેક માટે પ્રતિ વ્યક્તિ બે લાખ રૂપિયા (ભારતીયો માટે એક લાખ રૂપિયા)નો ખર્ચ આવે છે.
4. એટોમિક ટૂરિઝમ
યુક્રેન, ચેર્નોબિલ : પ્રવાસીઓ ચેર્નોબિલમાં થયેલી પરમાણુ દુર્ઘટના બાદ તબાહીનાં દ્રશ્ય અને અવશેષને જોવા માટે પહોંચે છે. સાથે સાથે અનુભવ પણ કરે છે. યુક્રેન યુદ્ધ શરૂ થતાં પહેલાં દર વર્ષે 70 હજાર પ્રવાસીઓ આવી રહ્યા હતા. ચેર્નોબિલ ટૂર પર જવા માટે 8-10 હજારનો ખર્ચ આવે છે.

5. અંડરવોટર કેવ ડાઇવિંગ
મેક્સિકો : સેક એક્ટૂન ટૂર-રિવેરા માયા : સેક એક્ટૂન સિસ્ટમ જમીનની અંદર બનેલી પાણીની ગુફાઓ છે. દર વર્ષે અહીં 15 લાખ પ્રવાસીઓ આવે છે. જોકે આ ગુફાઓમાં ડાઇવિંગ કરનારને લઇને પૂરતી માહિતી મળી નથી. 1.5 લાખનો ખર્ચ આવે છે.