અબડાસા તાલુકાના રાયધણજર ગામની સીમમાં 100 ઘેટાં મોતના આઘાતમાં માલધારી યુવાનને ફાંસો ખાઇ આપધાત કરી લીધો હતો. તો ભુજ ડગાળા ગામની વાડીમાં રહેતી મહિલાએ ઝેરી દવા વાળું પાણી પી લેતાં તેણીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ અબડાસા તાલુકાના રાયધણજર ગામની સીમમાં 42 વર્ષીય કાસમ ઇસ્માઇલ ખલીફા નામના માલધારીએ ગામની સીમમાં શુક્રવારે સવારે નવ વાગ્યાથી અગ્યાર વાગ્યા દરમિયાન ચેરના ઝાડ પર રૂમાલ વડે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.
કોઠારા પોલીસે બનાવની નોંધ લઇ તપાસ હાથ ધરતાં હતભાગી માલધારીના તાજેતરમાં પડેલા ભારે વરસાદને કારણે 100 જેટલા ઘેટાઓ મૃત્યુ પામ્યા હોઇ જેનું મનપર લાગી આવતાં આત્મઘાતી પગલુ ભરી લીધું હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું હતું. પોલીસે આગળની કાર્યવાહી કરી હતી.