દેશના આર્થિક વિકાસમાં સૌથી વધુ યોગદાન આપતા એમએસએમઇ સેક્ટરને ડિજિટાઇઝ કરવામાં ઇ-કોમર્સ સેક્ટરનો સૌથી વધુ હિસ્સો રહ્યો છે. ઇ-કોમર્સ પ્લેટફોર્મ એમેઝોન ઈન્ડિયાએ ભારત પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાના ભાગરૂપે જાહેર કરેલા વચનો પર અપડેટ્સ શેર કર્યા છે.
એમેઝોને જણાવ્યું હતું કે તેણે 62 લાખ (6.2 મિલિયન) સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ એકમો (એમએસએમઈ)થી વધુને ડિજિટાઇઝ્ડ કર્યા છે, લગભગ 8 અબજ ડોલરની સંચિત નિકાસને સક્ષમ કરી છે અને ભારતમાં અત્યાર સુધીમાં 13 લાખ (1.3 મિલિયન)થી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ નોકરીઓનું સર્જન કર્યું છે. એમેઝોને વર્ષ 2050 સુધીમાં 1 કરોડ (10 મિલિયન) એમએસએમઈને ડિજિટાઇઝ કરવાનું, 20 અબજ ડોલરની સંચિત નિકાસને સક્ષમ કરવાનું અને ભારતમાં 20 લાખ (2 મિલિયન) નોકરીઓનું સર્જન કરવાનું વચન આપ્યું હતું.