Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

કોલકાતા નાઈટ રાઈડર્સે IPL-2024માં લખનઉ સુપર જાયન્ટ્સ સામે બીજી જીત મેળવી છે. ટીમે વર્તમાન સિઝનની 54મી મેચમાં લખનઉને 98 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે KKR પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગઈ છે. કોલકાતાના 16 પોઈન્ટ છે. ટીમ પ્લેઑફમાં સ્થાન મેળવવાથી માત્ર એક જીત દૂર છે.


લખનઉએ રવિવારે હોમ ગ્રાઉન્ડ ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી (એકાના) સ્ટેડિયમમાં ટૉસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું. કોલકાતાએ 20 ઓવરમાં 6 વિકેટે 235 રન બનાવ્યા હતા. ટીમે સિઝનમાં છઠ્ઠી વખત 200+ રન બનાવ્યા છે. આ ઉપરાંત એકાના સ્ટેડિયમમાં પ્રથમ વખત 200થી વધુ રનનો સ્કોર બન્યો છે. જવાબમાં લખનઉની ટીમ 16.1 ઓવરમાં 137 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. વરુણ ચક્રવર્તી અને હર્ષિત રાણાએ 3-3 વિકેટ લીધી હતી. આન્દ્રે રસેલને 2-2 વિકેટ મળી હતી. મિચેલ સ્ટાર્ક અને સુનીલ નારાયણને એક-એક વિકેટ મળી હતી. લખનઉના માર્કસ સ્ટોઇનિસે સૌથી વધુ 36 રન બનાવ્યા હતા. કેપ્ટન કેએલ રાહુલે 25 રનની ઇનિંગ રમી હતી.

KKR તરફથી સુનીલ નારાયણે 39 બોલમાં 81 રન જ્યારે ફિલ સોલ્ટ અને અંગક્રિશ રઘુવંશીએ 32-32 રન બનાવ્યા હતા. લખનઉ તરફથી નવીન-ઉલ-હકે 3 વિકેટ લીધી હતી.