શેરબજારમાં નીચા મથાળે લેવાલીનું પ્રમાણ વધતાં સોમવારે ઉછાળો જોવા મળ્યો છે. સેન્સેક્સ સુધારા તરફી ખૂલ્યા બાદ 800 પોઈન્ટ ઉછળી ફરી પાછો 80,000 થયો હતો. બજારને આજે બેન્કિંગ, એનર્જી અન ઓઈલ-ગેસ શેર્સમાં મોટાપાયે ખરીદીનો ટેકો મળ્યો છે. રોકાણકારોની મૂડી રૂ.3 લાખ કરોડ વધી છે.
બેન્કિંગ અને ફાઈનાન્સિયલ શેર્સમાં ખરીદી સતત વધી રહી હતી. બીએસઈ બેન્કેક્સ આજે 947 પોઈન્ટના ઉછાળે ટ્રેડ થઈને બંધ રહ્યો હતો. ફેડરલ બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, એક્સિસ બેન્ક, એસબીઆઈ અને કેનેરા બેન્કના શેર્સ આજે ટોપ ગેનર રહ્યા છે. ડીસીબી બેન્કનો શેર 9.17%, આરબીએલ 6.87% ઉછળ્યો છે.
નિફ્ટી આજે તેજી 300થી વધુ પોઈન્ટ ઉછળી 24489 થયો હતો. ગત સપ્તાહે શેરબજારમાં ભારે અફરાતફરી મચ્યા બાદ હવે સુધારા તરફી માહોલ જોવા મળ્યો છે. વિદેશી રોકાણકારોએ છેલ્લા આઠ ટ્રેડિંગ સેશનમાં વિદેશી રોકાણકારોએ કુલ રૂ.32465 કરોડની ખરીદી નોંધાવી છે. વિદેશી શેરબજાર, યુએસ બોન્ડ અને ડોલરમાં કડકાના પગલે વિદેશી રોકાણકારો ફરી પાછા ભારતીય શેરબજાર તરફ ડાયવર્ટ થયા છે. વધુમાં સ્થાનિક સ્તરે સકારાત્મક પરિબળો તેમજ એશિયન બજારમાં સુધારાની અસર પણ થઈ છે.
શેરબજારમાં ઉછાળાના કારણ જોઈએ તો, વિદેશી રોકાણકારોની છેલ્લા આઠ ટ્રેડિંગ સેશનથી 32 હજાર કરોડની ખરીદી કરી હતી. સાથે સાથે અમેરિકા અને ભારત વચ્ચે દ્વિપક્ષીય વેપાર કરારોમાં સફળતાની શક્યતા જોવા મળી હતી.અમેરિકી ડોલર ઈન્ડેક્સ બે વર્ષ બાદ ફરી મંદીમાં જોવા મળીયો હતો. જયારે બીજી બાજુ બ્રેન્ટ ક્રૂડના ભાવો ઘટ્યા, રૂપિયો મજબૂત બન્યો હતો, સ્થાનિક સ્તરે જો વાત કરીએ તો મજબૂત જીડીપી ગ્રોથ અને ફુગાવામાં સુધારાની અસર થઈ હતી. સાથે સાથે સથાનિક ટોચની કંપનીઓના અપેક્ષા કરતાં મજબૂત ત્રિમાસિક પરિણામો જોવા માળિયા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4084 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 3246 અને વધનારની સંખ્યા 719 રહી હતી, 119 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 12 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 7 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.