શહેરમાં પોલીસે જુદા જુદા સાત સ્થળોએ દરોડા પાડી નવ મહિલા સહિત 35 જુગારીઓને રૂ.1.15 લાખની રોકડ સાથે પકડી પાડ્યા છે. રેલનગર મેઇન રોડ પર વિલાશબા સોઢાએ તેના મકાનમાં જુગાર ક્લબ ચાલુ કરી હોવાની માહિતીના આધારે પોલીસે દરોડો પાડી વિલાશબા સહિત નવ મહિલાને રોકડા રૂ.45,200ની રોકડ સાથે, કોઠારિયા સોલવન્ટ, સીતારામ સોસાયટી-6માં સંદીપ ગોવિંદ ભરડવાના મકાનમાંથી સંદીપ સહિત સાત શખ્સને રૂ.11,100ની રોકડ સાથે, બેડી ચોકડી નજીક જાહેરમાં જુગાર રમતા દિનેશ નાનજી મારૂ સહિત પાંચ શખ્સને રૂ.11,330ની રોકડ સાથે, કૃષ્ણનગર મેઇન રોડ, મારુતિનંદન એપાર્ટમેન્ટમાં મનીષ જાદવના ફ્લેટમાં દરોડો પાડી મનીષ સહિત પાંચ શખ્સને રૂ.10,700ની રોકડ સાથે, મોરબી રોડ પર મેરેબલ નામના કારખાનામાંથી ભાવેશ અણદાણી સહિત ચાર શખ્સને રૂ.16,400 સાથે, વિનાયક સોસાયટી-16માં જાહેરમાં જુગાર રમતા કલ્પશે મોઢા સહિત ત્રણ શખ્સને રૂ.10,150ની રોકડ સાથે, જ્યારે નાના મવા મેઇન રોડ, રાજનગર ચોક પાસે જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમતા વીજેન્દ્ર ધીરૂ ગોહેલ, કૃષ્ણસિંહ ભરતસિંહ જાડેજાને રૂ.11,200ની રોકડ સાથે ઝડપી લઇ કાર્યવાહી કરી છે.