નેધરલેન્ડ ODI વર્લ્ડ કપ 2023માંથી બહાર થઈ ગયું છે. પુણેમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડની ટીમે 160 રનથી હરાવ્યું. બેન સ્ટોક્સે એમસીએ સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડ માટે ટૂર્નામેન્ટની પ્રથમ સદી ફટકારી હતી. ટૂર્નામેન્ટમાં બીજી જીત બાદ ઈંગ્લેન્ડ પોઈન્ટ ટેબલમાં 7માં નંબરે પહોંચી ગયું છે. આ પહેલા ઈંગ્લિશ ટીમે બાંગ્લાદેશને પણ હરાવ્યું હતું.
પુણેમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ટીમે 50 ઓવરમાં 9 વિકેટે 339 રન બનાવ્યા હતા. જવાબમાં નેધરલેન્ડ્સની ટીમ 37.2 ઓવરમાં 179 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ઈંગ્લેન્ડ તરફથી મોઈન અલી અને આદિલ રાશિદે 3-3 વિકેટ લીધી હતી.
ડેવિડ મલાને 74 બોલમાં 87 રનની ઇનિંગ રમી હતી. જોકે આ વર્લ્ડ કપમાં તે પોતાની બીજી સદી ચૂકી ગયો હતો. આ વર્લ્ડ કપમાં આ તેની બીજી ફિફ્ટી છે અને તેની ODI કારકિર્દીની 7મી છે.
મલાન અને રૂટ વચ્ચે અડધી સદીની ભાગીદારી
બીજી વિકેટ માટે ડેવિડ મલાન અને જો રૂટ વચ્ચે અડધી સદીની ભાગીદારી થઈ હતી. બંનેએ 80 બોલમાં 85 રન બનાવ્યા હતા. આ ભાગીદારી રૂટની વિકેટ સાથે તૂટી હતી. રૂટ 28 રન બનાવીને આઉટ થયો હતો.