ટૂર એન્ડ ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીઝે કોવિડની મુશ્કેલીઓમાંથી સૌથી ઝડપથી પુનઃપ્રાપ્ત થતા ઉદ્યોગોમાંનું એક છે. તાજેતરના વર્ષોમાં ટૂરિઝમ ઉદ્યોગનો ગ્રોથ વૈશ્વિક જીડીપી કરતા લગભગ બમણો થયો છે. જ્યારે વિશ્વની જીડીપી (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ) 2.6%ના દરે વધવાનો અંદાજ છે ત્યારે ટૂરિઝમ ઉદ્યોગનો ગ્રોથ 5.1% છે.
વર્લ્ડ ટ્રાવેલ એન્ડ ટુરિઝમ કાઉન્સિલ (WTTC) એ વૈશ્વિક ટૂરિઝમ ઉદ્યોગ માટે તેની 10-વર્ષની આગાહી જાહેર કરી છે. આ મુજબ 2033 સુધીમાં ટ્રાવેલ ઉદ્યોગ 2019ની સરખામણીમાં 50% થી વધુ વૃદ્ધિ સાથે 15.5 ટ્રિલિયન ડૉલર (1,288 લાખ કરોડ રૂપિયા) નું હશે. વૈશ્વિક જીડીપીમાં તેનું યોગદાન પણ વધીને 11.6% થી વધુ થવાની ધારણા છે.2019 માં, વિશ્વભરમાં ટૂરિઝમ ઉદ્યોગોનું મૂલ્ય લગભગ $10 ટ્રિલિયન (રૂ. 831 લાખ કરોડ) હતું અને વિશ્વના જીડીપીમાં તેનું યોગદાન 10.4% હતું.
આ રિપોર્ટ અનુસાર વિશ્વમાં દર 9માંથી 1 વ્યક્તિ ટૂર એન્ડ ટ્રાવેલ ઈન્ડસ્ટ્રીમાંથી રોજગાર મેળવે છે. 2019માં,ટુર એન્ડ ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીઝે વિશ્વભરમાં 334 મિલિયન લોકોને રોજગારી આપી હતી. 2033માં આ આંકડો વધીને 43 કરોડ થવાનો અંદાજ છે. 2019માં વિશ્વની 5 સૌથી શક્તિશાળી ટૂરિઝમ અર્થવ્યવસ્થાઓમાં યુએસ, ચીન, જર્મની, યુકે અને જાપાનનો સમાવેશ થાય છે. 2022માં જાપાન બ્રિટનને પછાડી ચોથા સ્થાને પહોંચી.