ચાહકોમાં કેપ્ટન કૂલ તરીકે ઓળખાતો પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની તેના સાથી ખેલાડીઓ સાથે ફ્રેન્ડલી રહે છે. તે અવારનવાર તેના સાથી ખેલાડીઓ સાથે મજાક પણ કરે છે. બુધવારે રાત્રે IPL-16ની 55મી મેચના ટોસ પહેલા તે ફની મૂડમાં જોવા મળ્યો હતો.
CSK અને DC મેચ પહેલા, તે દીપક ચહરને રમુજી સ્વરમાં થપ્પડ મારીને ધમકાવતો જોવા મળ્યો હતો, જોકે દીપક તેના કેપ્ટનની મજાક સમજી ચૂક્યો હતો અને હસવા લાગ્યો અને ડરવાની એક્ટિંગ કરવા લાગ્યો. CSKએ આ મેચ 27 રને જીતી લીધી હતી.
ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન એમએસ ધોનીએ પોતાના સાથી ખેલાડી દીપક ચહરને ડરાવી દીધો હતો. ખરેખરમાં, ધોની મેચ પહેલા ટોસ પછી પાછો ફરી રહ્યો હતો, જ્યારે ચહર ડ્વેન બ્રાવો સાથે ઊભો હતો. ધોની ત્યાં આવ્યો અને ચહરને થપ્પડ મારવાની એક્ટિંગ કરી, જેને જોઈને ચહર ડરી ગયો હતો.
દિલ્હી કેપિટલ્સના ખેલાડી લલિત યાદવે શાનદાર કેચ લીધો હતો. લલિત 12મી ઓવરમાં બોલિંગ કરી રહ્યો હતો. અજિંક્ય રહાણે સ્ટ્રાઈક પર હતો. રહાણેએ ઓવરના પહેલા બોલ પર સીધો શોટ રમ્યો હતો. લલિત યાદવે સમય બગાડ્યા વગર જમણી તરફ ડાઇવ મારીને શાનદાર કેચ કર્યો હતો. લલિતને જોઈને અમ્પાયરો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.