રાજસ્થાનના સીકરમાં પતંગ લૂંટવાનો પ્રયાસ કરતી વખતે એક 7 વર્ષનો છોકરો કારની અડફેટે આવી ગયો. કારની ટક્કરથી ઉછળ્યા પછી તે પહેલા બોનેટ પર પડ્યો. પછી રસ્તા પર પડી ગયો. આ પછી રસ્તા પર લગભગ 40 ફૂટ સુધી ઢલડાયો. અકસ્માતમાં માસૂમને માથામાં ગંભીર ઈજા થઈ છે.
આ ઘટના 6 ડિસેમ્બરે સાંજે સીકરના લોસલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. હાલ જયપુરની એસએમએસ હોસ્પિટલમાં બાળકની સારવાર ચાલી રહી છે.
પોલીસે કહ્યું- આ મામલે કોઈ ફરિયાદ નોંધવામાં આવી નથી. ઇજાગ્રસ્ત બાળકનું નામ શિવમ બકોલિયા (7) છે, જે વોર્ડ નંબર 10માં રહેતા ઘાસીરામનો પુત્ર છે. ફરિયાદ નોંધાવ્યા બાદ આ મામલે કાર્યવાહી કરવામાં આવશે.