ગેંગરેપ માટે હવે બદનામ થઈ ચૂકેલા વડોદરામાં બીજા જ નોરતે નરાધમોએ 16 વર્ષની સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. ગરબા રમવા નીકળેલી સગીરા શહેરના ભાયલીથી 2 દૂર વિસ્તારમાં મિત્ર સાથે બેઠી હતી ત્યારે 3 નરાધમોએ જઇ તેના મિત્રને ગોંધી સગીરા પર સામૂહિક દુષ્કર્મ ગુજાર્યું હતું. જો કે આ ઘટનાના 48 કલાક થવા છતાં પોલીસ આરોપીને પકડી શકી નથી. જો કે ગોગલ્સ અને બાઇકના આધારે તપાસ ચાલી રહી છે.
4 ઓક્ટોબર,2024ની રાત્રે સગીરા પર થયેલા ગેંગરેપની ઘટના સ્થળથી માત્ર 70 મીટર દૂર સોસાયટીઓ આવેલી છે. પરંતુ નવરાત્રિમાં ગરબાના સ્પીકરના અવાજમાં પીડિતાનો અવાજ દબાઈ ગયો, 20થી વધુ શકમંદોને પીડીતા સમક્ષ ઓળખ માટે રજૂ કરવામાં આવ્યા છે. તેમજ ઓળખ માટે પોલીસે આસપાસના લોકોના અલગ અલગ એંગલથી ફોટો પાડ્યા છે. ભાયલી પોલીસ સ્ટેશનથી ઘટના સ્થળ વચ્ચે કોઈ સીસીટીવી નથી. માત્ર એટલું જ નહીં 1 કિમી વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટ પણ નથી.