વડોદરા ભાવનગર, રાજકોટ, લખતર, માંગરોળ, વાંકાનેર, ટંકારા અને વડોદરામાં દિવાળીના તહેવારમાં જ હૃદય બંધ પડી જવાથી મૃત્યુના 14 બનાવ બન્યા હતા. સુરતના માંગરોળ તાલુકાના ઇસનપુર ગામના સામાજિક કાર્યકર ભૂપેન્દ્રભાઈ ચૌધરીના ધો. 10માં ભણતા 15 વર્ષીય પુત્ર હેનીલનું હાર્ટ એટેક આવતાં મૃત્યુ થયું હતું. રાજકોટના પડધરીના ખોડાપીપર ગામે રહેતા ભાનુબહેન ગરસોંડિયા (60) બેસતા વર્ષના દિવસે જ બેભાન થતાં રાજકોટ સિવિલમાં ખસેડાયાં હતાં પરંતુ તેમનું મૃત્યુ થયું હતું. આજી ડેમ ચોકડી પાસે રહેત પરેશ ભનુભાઈ ભટ્ટી (32)નું ભાઈબીજના દિવસે હૃદય બંધ પડી ગયું હતું. કોઠારિયા રોડ પરના વિજયનગરમાં રહેતા હિતેષભાઈ કાકડિયા (45)એ ત્રીજના દિવસે હાર્ટફેલ થતાં દમ તોડ્યો હતો. લખતર તાલુકાના ભાલાળા ગામના 60 વર્ષના ધીરૂભાઈ વસ્તાણી જ્યારે નૂતન વર્ષના દિવસે ડેરવાળા ગામના નિરૂભા રાણાનું હાર્ટફેલ થઈ ગયું હતું. ટંકારા તાલુકાના નાના રામપરમાં માંડવામાં ધૂણતા ભૂવા મોહનભાઈ પરબતભાઈ બોસિયા (55)નું હૃદય બંધ પડી જતાં મૃત્યુ પામ્યા હતા. મૃતક ભૂવા મોરબીના ખારચીયા ગામેથી આવ્યા હતા.