રાજકોટથી ઇન્દોરની ફ્લાઈટમાં સોમવારે એસીમાં કોઈ ટેક્નિકલ ખામી સર્જાતા આ ફ્લાઈટ તેના નિર્ધારિત સમય કરતા આશરે અઢી કલાક મોડી ઊડી હતી. એ.સી.માં સર્જાયેલી ટેક્નિકલ ખામી સ્થાનિક સ્ટાફથી નિવારણ નહીં આવતા મુંબઈથી આવતી બીજી ફ્લાઈટમાં ખાસ ટેક્નિશિયનની ટીમ રાજકોટ આવી પહોંચી હતી અને ઇન્દોરની ફ્લાઈટનું એ.સી. રિપેર કર્યા બાદ આ ફ્લાઈટે ઉડાન ભરી હતી. મળતી માહિતી મુજબ ઈન્ડિગોની ફ્લાઈટ ઈન્દોર-રાજકોટ આશરે 11.35 કલાકે રાજકોટ એરપોર્ટ પર લેન્ડ થયા બાદ પરત રાજકોટ-ઈન્દોર ફ્લાઈટમાં મુસાફરોને બેસાડ્યા બાદ વિમાનમાં એ.સી.ની સિસ્ટમ બંધ થતાં મુસાફરોને નીચે ઉતાર્યા હતા.