શેરબજારમાં સોમવારે ખુલતાંની સાથે જ તેજી જોવા મળી હતી. છેલ્લા કેટલાક સમયથી સેન્સેક્સ અને નિફ્ટીમાં સતત ઘટાળો થયો હતો. પરંતુ શુક્રવારે ફરી એકવાર તેજીનો માહોલ જોવા મળ્યો હતો.સોમવારે નવા અઠવાડિયાની શરૂઆતમાં જ સેન્સેક્સ એકઝાટકે 1300 પોઇન્ટ ઉછળ્યો હતો.જ્યારે નિફ્ટીમાં પણ તેજી દેખાઈ હતી.મહારાષ્ટ્ર ચૂંટણીમાં મહાયુતિના ભવ્ય વિજયની અસર દેખાતા સેન્સેક્સમાં મોટો ઉછાળો દેખાયો.સેન્સેક્સ 992 પોઈન્ટના ઉછાળા સાથે 80109 પોઈન્ટના સ્તરે બંધ થયો છે, જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ 386 પોઈન્ટના ઉછાળા સાથે 24273 પોઈન્ટના સ્તરે બંધ થયો છે. જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ 1089 પોઈન્ટના ઉછાળા સાથે 52171 પોઈન્ટના સ્તરે બંધ થયો. શેરબજારમાં સાર્વત્રિક ઉછાળાના માહોલ વચ્ચે બીએસઈ ખાતે રોકાણકારોની મૂડીમાં 09 લાખ કરોડનો વધારો થયો છે.
મહારાષ્ટ્ર તેમજ ઝારખંડમાં પુન: ભાજપની આગેવાની હેઠળની સરકાર સત્તા પર આવવાના વર્તારા પાછળ નીચા મથાળે નીકળેલ નવી લેવાલી પાછળ આ મુંબઈ શેરબજારમાં શેરોની જાતેજાતમાં સુધારો થવા સાથે સેન્સેક્સમાં છેલ્લા પાંચ માસનો સૌથી મોટો બીજો ઉછાળો નોંધાયો હતો. તેમજ અમેરિકા ખાતે રોજગારીના ડેટા સારા આવતા વિદેશના બજારોમાં સુધારો નોંધાતા તેની અત્રે સાનુકૂળ અસર જોવાઈ હતી.અદાણી ગ્રુપના શેર્સમાં પણ આકર્ષક રિકવરી જોવા મળી છે. આઈટી, બેન્કિંગ, ઓઈલ એન્ડ ગેસ, અને રિયાલ્ટી સેગમેન્ટના શેર્સમાં આકર્ષક લેવાલીના પગલે શેરબજારમાં એકંદરે ઉછાળો નોંધાયો છે. શેરબજારમાં છેલ્લા કેટલાક દિવસના ઘટાડાના માહોલ વચ્ચે રોકાણકારો અને ખાસ કરીને સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો નીચા મથાળે ખરીદી વધારી રહ્યા છે