Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

દક્ષિણ આફ્રિકાએ ભારત સામેની T-20 શ્રેણીની બીજી મેચ 5 વિકેટે જીતી લીધી છે. વરસાદથી પ્રભાવિત આ મેચમાં, આફ્રિકન ટીમને DLS પદ્ધતિ હેઠળ 15 ઓવરમાં 152 રનનો રિવાઇઝ્ડ ટાર્ગેટ આપવામાં આવ્યો હતો, જેને આફ્રિકાના બેટર્સે માત્ર 13.5 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. ટોસ હારતા પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 19.3 ઓવરમાં 7 વિકેટે 180 રન બનાવ્યા હતા.


આ જીત સાથે દક્ષિણ આફ્રિકાએ 3 મેચની શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. પ્રથમ મેચ વરસાદને કારણે રદ થઈ હતી. શ્રેણીની ત્રીજી મેચ 14 ડિસેમ્બરે જોહાનિસબર્ગમાં રમાશે.

હેન્ડ્રીક્સ-માર્કરમની ઇનિંગ્સ સૂર્યા-રિંકુની ફિફ્ટી પર ભારે પડી
ભારતીય ટીમ વતી કેપ્ટન સૂર્યકુમાર યાદવ (56 રન) અને રિંકુ સિંહ (68 રન)એ અડધી સદીની ઇનિંગ્સ રમી હતી. સૂર્યાએ 17મી અડધી સદી ફટકારી હતી, જ્યારે રિંકુ સિંહે પ્રથમ અડધી સદી ફટકારી હતી, પરંતુ આ અડધી સદી ટીમને જીત અપાવી શકી ન હતી.

જવાબી ઇનિંગ્સમાં, મેથ્યુ બ્રેત્સ્કી(16 રન) સાથે રીઝા હેન્ડ્રિક્સ (49 રન) ઝડપથી રન બનાવ્યા. જે બાદ કેપ્ટન એડન માર્કરમે 30 રનની મહત્વની ઇનિંગ રમી હતી. ત્યારબાદ ડેવિડ મિલર અને ટ્રિસ્ટન સ્ટબ્સે ટીમને જીત તરફ દોરી ગયા હતા.