Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

શહેરમાં મચ્છરજન્ય રોગ વકરવાના શરૂ થયા છે. ગત સપ્તાહે ડેન્ગ્યુના 10 કેસ જાહેર થયા બાદ આ સપ્તાહે ડેન્ગ્યુના 10 ઉપરાંત ચિકનગુનિયાના 5 અને 4 મલેરિયાના નોંધાયા છે. આ ઉપરાંત જાન્યુઆરીથી અત્યાર સુધીમાં ટાઈફોઈડે પણ પ્રથમ વખત દેખા દીધી છે અને 2 કેસ નોંધાયા છે.


રાજકોટ શહેરમાં ઓગસ્ટ માસ દરમિયાન વરસાદ પડ્યો નથી. આ કારણે જુલાઈમાં જે વરસાદ પડ્યો હતો અને બંધિયાર પાણીમાં મચ્છરોનું બ્રીડિંગ થયું હતું તે હવે વધી જતા ડેન્ગ્યુના કેસ વધી રહ્યા છે. તા.28 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધીમાં ડેગ્યુના 10 કેસ નોંધાયા છે આ સાથે જાન્યુઆરીથી અત્યાર સુધીનો આંક 57 થયો છે. આ કેસમાં હજુ પણ વધારો થશે તેવી વકી મનપાએ વ્યક્ત કરી છે. જો ફરી વરસાદ આવશે અને બંધિયાર પાણીનો નિકાલ નહિ થાય તો બે વખત બ્રીડિંગ થતા ઓક્ટોબર-નવેમ્બર સુધી મચ્છરજન્ય રોગ વધતા જ જશે અને પછી જ તેમાં ઘટાડો આવશે. આ કારણે મનપાએ અલગ અલગ વિસ્તારોમાં પોરાનાશક કામગીરી અને ફોગિંગ શરૂ કર્યા છે. આ ઉપરાંત જ્યાં જ્યાં બંધિયાર પાણી હોય તે આસામીઓને દંડ ફટકારવામાં આવી રહ્યા છે. ઓગસ્ટ માસના છેલ્લા સપ્તાહમાં તડકો તપતા મિશ્ર ઋતુ અનુભવાઈ છે જેને કારણે શરદી-ઉધરસના કેસમાં પણ વધારો નોંધાયો છે.