Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ભારતમાં દર મહિને 100 અબજના યુપીઆઇ ટ્રાન્ઝેક્શન થાય તેવી ક્ષમતા હોવાનો આશાવાદ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઑફ ઇન્ડિયાના ટોચના અધિકારીઓએ વ્યક્ત કર્યો છે. વર્ષ 2016ના ઓગસ્ટમાં લોન્ચ કરાયેલા પ્લેટફોર્મ મારફતે અત્યાર સુધી હાંસલ કરાયેલા 10 અબજના ટ્રાન્ઝેક્શન્સ કરતાં આ ગ્રોથ 10 ગણો વધુ છે. NPCIના એમડી અને CEO દિલિપ અસબેએ જણાવ્યું હતું કે અત્યારે દેશમાં 35 કરોડ યુપીઆઇ યૂઝર્સ છે અને આગામી સમયમાં તેમાં 3 ગણી વૃદ્ધિની શક્યતા છે. જો તમે સંયુક્તપણે આ આંકનો અંદાજ કરો તો 10 ગણી વધુ તક પણ રહેલી છે.


ગ્લોબલ ફિનટેક ફેસ્ટ દરમિયાન તેમણે આ સંભાવના વ્યક્ત કરી હતી જો કે NPCI કઇ સમયમર્યાદા સુધી ત્યાં પહોંચશે તે અંગે સ્પષ્ટતા કરી નથી, પરંતુ વર્ષ 2030નું લક્ષ્ય હોવાનું જણાવ્યું હતું. વર્ષ 2030 સુધીમાં ભારતમાં દૈનિક 2 અબજ ટ્રાન્ઝેક્શન્સ જોવા મળશે. અત્યારે ગ્લોબલ જાયન્ટ વિઝા દર મહિને 22.5 અબજ ટ્રાન્ઝેક્શન્સ પ્રોસેસ કરે છે, જ્યારે તેની હરીફ કંપની માસ્ટરકાર્ડ 11 અબજ ટ્રાન્ઝેક્શન્સ પ્રોસેસ કરે છે.

બીજી તરફ દેશમાં ક્રેડિટ કાર્ડના વપરાશને પણ દસ ગણો વધારી શકાય છે પરંતુ તેના માટે બેન્ક દ્વારા પોતાના ગ્રાહકોને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે તે ખૂબ જ જરૂરી છે. અત્યારે ક્રેડિટ કાર્ડનો ખર્ચ ખૂબ જ વધુ છે, જેને કારણે તેના સમાવેશ કરવાને લઇને એક પડકાર છે પરંતુ ડિજિટલ અને ટેક્નોલોજિકલ સર્વિસ તેને ઘટાડવામાં મદદરૂપ થઇ શકે છે.