રૈયાધાર બાર માળિયા ક્વાર્ટરમાં રહેતા મયૂર સુનિલ ધામેલિયાએ રવિવારે રાત્રે ફિનાઇલ પી લેતા તેને હોસ્પિટલમાં ખસેડાયો હતો. મયૂરે પોલીસ સમક્ષ કહ્યું હતું કે, તેની માતા સુધા પાસે અખ્તર અબ્દુલ કાદરી અને તેના પિતા અબ્દુલ કાદરીએ પૈસાની માંગ કરી હતી. સુધાએ પૈસા આપવાનો ઇનકાર કરતાં બંને ઇસમે મારકૂટ કરી હતી. મયૂરે વચ્ચે પડી તેની માતાને છોડાવી હતી. આ વાતનું માઠું લાગી આવતા તેણે પગલું ભર્યું હતું. જોકે ફરિયાદ કરવાનો તેણે ઇનકાર કર્યો હતો. સુધા ધામેલિયા અગાઉ માદક પદાર્થના જથ્થા સાથે ઝડપાઇ ચૂકી છે.
આ ઉપરાંત દોશી હોસ્પિટલ પાસેના ગુણાતિતનગરમાં રહેતા સંજયભાઇ બાબુભાઇ શેખલિયા અને તેની પુત્રી હિમાંશી શેખલિયાએ ફિનાઇલ પી લેતા બંનેને હોસ્પિટલમાં ખસેડાયા હતા.