Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં ફરી એકવાર આગની મોટી દુર્ઘટના સામે આવી છે. ગોડાદરાના દેવદ ગામ પાસે આવેલા પતરાના શેડમાં કાર્યરત ફર્નિચરના ગોડાઉનોમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠતા સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે, તેના ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા.


આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું મળતી માહિતી મુજબ, દેવદ ગામમાં આવેલા પતરાના શેડમાં ફર્નિચર બનાવવાનું તેમજ સંગ્રહ કરવાનું કામ ચાલતું હતું. આજે અચાનક કોઈ અગમ્ય કારણોસર એક ગોડાઉનમાં આગ લાગી હતી. ફર્નિચર બનાવવા માટે વપરાતા લાકડા, ગુંદર અને કેમિકલ જેવા જ્વલનશીલ પદાર્થોને કારણે આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ ભીષણ આગની ઝપેટમાં એકથી વધુ ગોડાઉન આવ્યા હોવાની આશંકા સેવાઈ રહી છે.

આગની જાણ થતા જ સુરત ફાયર વિભાગનો મોટો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. કુલ 6 ફાયર સ્ટેશનની 10 થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે. ફાયર ફાઈટરો દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે. પતરાના શેડ હોવાને કારણે આગ બુઝાવવામાં ભારે જહેમત ઉઠાવવી પડી રહી છે.