Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 


મોંઘવારીથી પરેશાન સામાન્ય જનતા માટે રાહતના સમાચાર છે. જુલાઇમાં રિટેલ ફુગાવો 7.44% સાથે 15 મહિનાના સર્વાધિક સ્તરે રહ્યા બાદ ઓગસ્ટમાં તે ઘટીને 6.83% નોંધાયો છે. ઓગસ્ટમાં શાકભાજીની કિંમતોમાં ઘટાડાને કારણે રિટેલ ફુગાવામાં ઘટાડો જોવા મળ્યો છે. જો કે હજુ પણ તે RBIના નિર્ધારિત લક્ષ્ય કરતાં વધુ છે. ખાદ્યપદાર્થોનો ફુગાવો જુલાઇના 11.51%ની તુલનાએ ઓગસ્ટમાં ઘટીને 9.94% રહ્યો છે.


ઓગસ્ટ 2022 દરમિયાન CPI આધારિત રિટેલ ફુગાવો 7 % હતો. ઓગસ્ટમાં શાકભાજીનો મોંઘવારી દર ઘટીને 26.14% રહ્યો છે જે જુલાઇ દરમિયાન 37.4% હતો. ઓઇલ અને ફેટ પ્રોડક્ટ્સના ફુગાવાનો દર -15.28 ટકા રહ્યો છે જે જુલાઈમાં -16.80 ટકા હતો. હાઉસિંગ સેક્ટરમાં મોંઘવારી દર 4.38% અને ઇંધણનો મોંઘવારી દર 4.31% હતો. કોર ફુગાવો પણ જુલાઇના 5.12%થી ઓગસ્ટમાં આંશિક સ્તરે ઘટીને 5.06% નોંધાયો છે.

સતત ત્રીજા મહિને તેમાં ઘટાડાનો ટ્રેન્ડ રહ્યો છે. આરબીઆઇએ વર્ષ 2023-24 માટે CPI ફુગાવો 5.4% રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો છે. પહેલા ક્વાર્ટર માટે ફુગાવો 5.2% રહેવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.