Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

લાલપુર પંથકના રંગપર જતા કાચા માર્ગ પર મોડી સાંજે એક બિયારણના કમિશન એજન્ટ યુવાનને આંતરી બાઇકસવાર બેલડી આંખમાં મરચાની ભુકકી છાંટી રૂા. 20 લાખની રોકડની લૂંટ ચલાવી નાશી છુટયાનો બનાવ બહાર આવતા પોલીસ કાફલો દોડી ગયો છે. પ્રાથમિક તપાસમાં પોલીસે શંકાસ્પદ ગણાવી નાકાબંધી કરી તપાસ શરૂ કરી છે. લાલપુરના રંગપુરમાં રહેતા અને બિયારણના કમિશન એજન્ટ તરીકે કામ કરતા આવેશ દોસ્તમામદ ખીરા નામનો યુવાન બપોરે ઘરેથી વેપારીઓને પૈસા ચુકવવા માટે રૂ. 20 લાખ રોકડા લઇ બાઇક પર નિકળ્યો હતો.


મરચાની ભુકી છાંટી લૂંટ કરી
જે બાઇક રંગપર નજીક કાચા માર્ગ પરથી પસાર થઇ રહયુ હતુ જે વેળાએ અચાનક ડબલસવારી બાઇકમાં ધસી આવેલી બે બેલડીએ બાઇકસવાર વેપારીની આંખામાં મરચાની ભુકી છાંટી દઇ રોકડ ભરેલો થેલો આંચકી લીઘો હતો અને ક્ષણવારમાં બંને શખસો બાઇક પર નાશી છુટયા હતા. મરચાની ભુકી છાંટતા ફસડાઇ પડેલા યુવાને પોલીસને જાણ કરતા તુરંત મેઘપર પોલીસ ઉપરાંત સ્થાનિક ગુના શોધક શાખા, સ્પેશ્યલ ઓપરેશન ગ્રૃપ સહિતની વિવિધ પોલીસ ટીમો ઘટનાસ્થળ પર દોડી ગઇ હતી.

માતબર રોકડ રકમની લૂંટ
આ માતબર રકમની લૂંટની જાણ થતા જીલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ પણ સ્થળ પર દોડી ગયા હતા.લૂંટારૂઓ કાનાલુસના માર્ગ તરફ નાશી છુટયા હોવાની કેફિયતના આધારે પોલીસે ત્વરીત તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.જયારે મોટી રકમની લૂંટના બનાવની જાણ થતા પોલીસ દ્વારા ઠેર ઠેર નાકાબંધી કરી લુંટારૂઓના સગડ મેળવવા માટે કવાયત શરૂ કરાઇ છે.જોકે,રાત્રી સુધી બંને લૂંટારૂના કોઇ સગડ ન મળ્યાનુ જાણવા મળ્યુ છે.બીજી બાજુ જામજોધપુર પંથક બાદ લાલપુર પંથકમાં પણ માતબર રોકડ રકમની લૂંટના આ બનાવે જિલ્લાભરમાં ભારે ચકચાર જગાવી છે.

Recommended