સહારા ગ્રુપને 15 દિવસમાં થર્ડ પાર્ટી એકાઉન્ટમાં 1,000 કરોડ રૂપિયા જમા કરાવવા સર્વોચ્ચ અદાલતે નિર્દેશ આપ્યો છે. ઉપરાંત, રોકાણકારો પાસેથી બાકીના 10 હજાર કરોડ એકત્ર કરવા માટે તેણે મુંબઈના વર્સોવામાં જમીનના વિકાસ માટે સંયુક્ત સાહસ અથવા વિકાસ કરારની મંજૂરી આપી આપી છે. જોકે આ માટે કંપનીએ પહેલાં કોર્ટની મંજૂરી લેવી પડશે.
સર્વોચ્ચ અદાલતના 2012ના આદેશ હેઠળ, આ રકમ સેબી-સહારા રિફંડ ખાતામાં જમા કરવાની છે. આ અંગે આગામી સુનાવણી મહિના પછી કરાશે. પીઠે ગુરુવારે જણાવ્યું હતું કે જૂથ સર્વોચ્ચ અદાલતના નિર્ણયનું પાલન ન કરીને ભારે મુશ્કેલીમાં છે.