Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

આમ જુઓ તો અત્યારે ચોમાસું પૂરું થવામાં હોય અને શિયાળાની આલબેલ વાગતી હોય. સવારમાં ઠંડકનો ચમકારો અનુભવાય, પણ અત્યારે એવું અનુભવાતું નથી. બફારો, ગરમી, તાપ... વધતાં જાય છે. જો સપ્ટેમ્બરમાં આટલી ગરમી હોય તો એપ્રિલ-મે મહિનામાં શું થશે, આ વિચારથી જ પરસેવો છૂટી જાય. આ બફારો, ગરમી વધવાનું કારણ છે ઓઝોન લેયરનું તૂટતાં જવું. ઓઝોન શબ્દ જાણીતો છે, ભણવામાં પણ આવે છે છતાં સરળ શબ્દોમાં સમજીએ તો સૂરજદાદાની જોરદાર ગરમી પૃથ્વી પર સીધી પડે તો દાઝી જવાય, એટલે ભગવાને પૃથ્વી અને સૂર્ય વચ્ચે મચ્છરજાળી જેવું લેયર પાથરી દીધું. આ લેયર એ ઓઝોન. મચ્છર જાળી તૂટી જાય તો મચ્છર ઘૂસી આવે, એવી જ રીતે ઓઝોન લેયર તૂટતું જાય છે એટલે સૂર્યનો સીધો ગરમાગરમ તડકો પૃથ્વીને દઝાડે છે. ઓઝોન પ્રત્યે લોકોમાં અવેરનેસ આવે એટલે 16 સપ્ટેમ્બરે મનાવાય છે, ઓઝોન ડે.

આ વર્ષે વર્લ્ડ ઓઝોન ડેની થીમ 'ઓઝોનનું જતન કરવું અને વાતાવરણનું રક્ષણ કરવું' છે. "ઓઝોન(OZONE)"પૃથ્વીનું સુરક્ષાકવચ છે, જે પૃથ્વીની સપાટીથી આશરે 15થી 30 કિલોમીટર ઊંચાઈએ રહેલું છે. હવે આ ઓઝોન શું છે, એના સમગ્ર જીવસૃષ્ટિ પર કેવા આશીર્વાદ છે એ અંગે ચર્ચા કરીશું.

ઓઝોન લેયર વિશે બિરબલ સાહની ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેલિયોસાયાન્સ, લખનઉના ડાયરેક્ટર ડો. મહેશ ઠાકરે જણાવ્યું હતું કે ઓઝોન એક મહત્ત્વપૂર્ણ લેયર છે. એની સાયન્ટિફિક રીતે સમજીએ તો પૃથ્વીનાં જે લેયર ટ્રોપોસ્ફિયર અને સ્ટ્રોટોસ્ફિયર બંનેમાં થઈને ઓઝોનનું પ્રમાણ 0.3PPM(પાર્ટ પર મિલિયન) છે, એટલે કે હવાની અંદર 10 લાખ કણો હોય, એમાં 0.3 કણ જ ઓઝોન છે, જે ખૂબ જ ઓછા છે.

સૂર્યમાંથી આવતાં અલ્ટ્રાવાયોલેટ કિરણો સજીવસૃષ્ટિ માટે સૌથી ઘાતક છે. આ કિરણો આપણા શરીરમાં રહેલા સેલ અને કોસને ધીમે-ધીમે બાળી શકે છે. આ કિરણો ડાયરેક્ટ આપણી સ્કીન પર પડે તો આપણી અંદર કેન્સરના સેલ બનાવી શકે છે, એટલે ઓઝોન એક એવું લેયર છે, જે અલ્ટ્રાવાયોલેટ કિરણોને શોષી લે છે, એટલે કહી શકાય કે સજીવસૃષ્ટિ માટે ઓઝોન સૌથી મોટું પ્રોટેક્ટિવ લેયર છે.