Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

રાજકોટ કલેક્ટર દ્વારા તાજેતરમાં સરકારી માલિકીના પ્લોટ ખુલ્લા કરી ફેંસીંગ કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત નવનિયુક્ત મ્યુ. કમિશ્નર તુષાર સુમેરા દ્વારા કરવામાં આવેલા આદેશ મુજબ આજે શહેરના પૂર્વ ઝોનમાં સામાકાંઠે વોર્ડ નં. 4 અને 6માં આજે મનપા ટીપી શાખા દ્વારા ડિમોલિશન કરવામાં આવ્યું હતું. જેમાં બે પ્લોટમાંથી 60 ઝુંપડા તોડી પાડવામાં આવ્યા હતા. તો એક સોસાયટીના મેઇન રોડ પર ગેરકાયદે ખડકી દીધેલા એંગલ જેસીબીની મદદથી ઉખેડી નાંખવામાં આવ્યું હતું. આ કામગીરી દ્વારા મનપાનાં અનામત હેતુના રૂ. 97.43 કરોડનાં પ્લોટ ખુલ્લા કરવામાં આવ્યા હતા.

પ્રાપ્ત વિગત મુજબ, કમિશ્નર તુષાર સુમેરાના આદેશથી ટીપી શાખા દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ હતી. જેમાં સીટી ઇજનેર શ્રીવાસ્તવના માર્ગદર્શન હેઠળ પૂર્વ ઝોનમાં ટીપીના અનામત પ્લોટ ખુલ્લા કરાવવા કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં વોર્ડ નં.4 અનામત પ્લોટ નં. 34-બીમાં કોમર્શિયલ હેતુનો પ્લોટ આવેલો છે. અહીં ઝુંપડા ખડકાઇ ગયા હતા. જેનાં પર બુલડોઝર ફેરવીને 10,166 ચો.મી. જગ્યા સાથે રૂ. 40.66 કરોડની જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી. મોરબી રોડ જકાત નાકાથી વેલનાથપરા આગળ બ્રિજની સમાંતર આવેલા મનપાનાં પ્લોટમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી.