ભારતમાં સમગ્ર દુનિયાની તુલનામાં સોનું મોંઘું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં 67,700 રૂ. પ્રતિ 10 ગ્રામ સરેરાશ કિંમતની સામે દેશમાં 24 કેરેટ સોનું રૂ. 71,494 છે. એટલે કે સોનું સરેરાશ રૂ. 3,794 વધુ ભાવ પર વેચાઈ રહ્યું છે. તેમ છતાં સોનાની માંગ વધી રહી છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ અનુસાર આ વર્ષે ભારતમાં લગભગ 850 ટન સોનાનો વપરાશ થશે. જે ગયા વર્ષથી 13.33% વધુ છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના બજાર રણનીતિકાર જૉન રીડે કહ્યું કે, ભારતમાં જોરદાર ચોમાસાથી સોનાની માંગ વધશે. ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિએટિવના સંસ્થાપક અજય શ્રીવાસ્તવ મુજબ, દેશમાં સોના પર આયાત ડ્યૂટી 5% હોવી જોઈએ.
એચડીએફસી સિક્યુરિટીઝના કમોડિટી અને કરન્સી હેડ અનુજ ગુપ્તાનું માનવું છે કે, આ ડ્યૂટી ઘટાડને માત્ર 3-4% કરવી જોઈએ. અમેરિકા, બ્રિટન, જર્મની અને ફ્રાન્સ જેવા જી-7 દેશોમાં સોનાની સરેરાશ કિંમત 67,700 રૂપિયા (ભારતથી લગભગ 6% ઓછી) છે.