જુનાગઢ શહેરમાં દિવસેને દિવસે રખડતા ઢોરનો ત્રાસ વધતો જાય છે. ત્યારે એક તરફ જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા સરકાર રખડતા ઢોરને પકડવા માટેની વાતનું રટણ કરવામાં આવે છે.તો બીજી તરફ જુનાગઢ શહેરના મુખ્ય માર્ગો તેમજ સોસાયટી અને મોહલ્લાઓમાં રખડતા ઢોર અડિંગો જમાવીને બેઠા હોય છે. ત્યારે જુનાગઢ મહાનગરપાલિકાનું તંત્ર રખડતા ઢોરને પકડવા માટે નિષ્ફળ નીવડ્યું છે. ત્યારે વારંવાર આ રખડતા ઢોરના કારણે અકસ્માતોના બનાવો પણ બને છે. પરંતુ મહાનગરપાલિકાના પેટનું પાણી હલતું નથી ત્યારે આજે સાંજના સમયે એક ટેમ્પો ચાલક પોતાનો ટેમ્પો લઈ પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે જયશ્રી રોડ પર અચાનક જ ગાય વચ્ચે આવી જતા ગાયને બચાવવા જતા ટેમ્પો એ પલટી મારી હતી અને ટેમ્પો ચાલકે માંડ માંડ પોતાનો અને ગાયનો જીવ બચાવ્યો હતો તો બીજી તરફ બીજા વાહનોને પણ નુકસાની પહોંચી હતી.