22 નવેમ્બરે સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે, સેન્સેક્સ 1961 પોઈન્ટ (2.54%)ની તેજી સાથે 79,117ની સપાટીએ બંધ થયો હતો. નિફ્ટી પણ 557 પોઈન્ટ (2.39%)ની તેજી રહી, તે 23,907ની સપાટીએ બંધ થયો હતો.
સેન્સેક્સના 30 શેરોમાંથી 28માં તેજી અને 2માં ઘટાડો છે. નિફ્ટીના 50 શેરોમાંથી 47માં તેજી અને 3માં ઘટાડો છે. NSEના તમામ સેક્ટોરલ ઈન્ડેક્સ ઉછાળા સાથે બંધ થયા છે.
શેરબજારમાં ખરીદીને કારણે રોકાણકારોની સંપત્તિમાં રૂ. 7.25 લાખ કરોડનો વધારો થયો છે. શુક્રવાર, 22 નવેમ્બરે, BSE પર લિસ્ટેડ કંપનીઓનું એકંદર માર્કેટ કેપ રૂ. 432 લાખ કરોડે પહોંચ્યું હતું. 21 નવેમ્બરે તે અંદાજે રૂ. 425 લાખ કરોડ હતો.