Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

નોર્વેએ પ્રદૂષણ ઘટાડવા માટે મોટી પહેલ કરી છે. એટલે નોર્વેના બીજા સૌથી મોટા શહેર બર્ગનમાં કાર-ફ્રી ફ્યૂચરનું લક્ષ્ય હાંસલ કરવા પહાડ કાપીને દુનિયાની સૌથી લાંબી સાઈકલિંગ ટનલ બનાવાઈ છે. આશરે ત્રણ કિ.મી. લાંબી આ ટનલમાં કોઈ વાહન જઈ નહીં શકે. આ ટનલની ખાસ વાત એ છે કે અહીં સાઈકલિંગ સાથે ફક્ત ચાલીને જનારા લોકો જ જઈ શકશે. લોવાસ્તકન પર્વતને કાપીને બનાવેલી આ સુરંગનું નામ ‘ફિલિંગ્સડલસ્ટનલેન’ છે.

આ ટનલ ફિલિંગ્સડનેલ અને મિન્ડેમિરેનને જોડે છે. આ ટનલ બનાવવાનું કામ 2019માં શરૂ કરાયું હતું અને તે ચાર વર્ષમાં તૈયાર થઈ ગઈ. તે બનવામાં રૂ. 238 કરોડનો ખર્ચ થયો હતો. સાઈકલથી આ સુરંગ પાર કરવામાં આશરે દસ મિનિટ અને પગપાળા જવામાં 40 મિનિટનો સમય લાગે છે.

આ સુરંગમાં સાઈકલ ચલાવનારા લોકો માટે 3.5 મીટર પહોળી લેન છે જ્યારે પગપાળા જનારા લોકો માટે 2.5 મીટર પહોળી જુદી લેન બનાવાઈ છે. સુરંગમાંથી પસાર થનારા લોકોને સફર રોમાંચક લાગે તે માટે પણ સજાવટ કરાઈ છે. અહીં સાઈકલિંગ પોલિસીનું કામ કરતા એનાર ગ્રેગ કહે છે કે હાલ આ શહેરમાં સાઈકલ ચલાવનારા 4% છે, જે 2030માં વધીને 10% સુધી લઈ જવાની તૈયારી છે. હાલ આ ટનલમાંથી રોજ 650 સાઈકલિસ્ટ પસાર થાય છે. થોડા સમયમાં અહીંથી 2600 સાઈકલિસ્ટ પસાર થશે એવું અમારું અનુમાન છે.