લખનઉ સુપર જાયન્ટ્સે IPL 2025ની 64મી મેચમાં ટેબલ ટૉપર ગુજરાત ટાઇટન્સને 33 રનથી હરાવ્યું છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુરુવારે 236 રનનો ટાર્ગેટ ચેઝ કરી રહેલી ગુજરાત ટાઇટન્સની ટીમ 20 ઓવરમાં 7 વિકેટે માત્ર 202 રન જ બનાવી શકી. લખનઉએ 20 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 235 રન બનાવ્યા હતા.
લખનઉ તરફથી વિલિયમ ઓરોર્કે 3 વિકેટ ઝડપી. આવેશ ખાન અને આયુષ બદોનીને 2-2 વિકેટ મળી. ગુજરાતના શાહરૂખ ખાને 57, શેરફેન રૂધરફોર્ડે 38, અને જોસ બટલરે 33 રન બનાવ્યા. કેપ્ટન શુભમન ગિલે 35 રન અને સાઈ સુદર્શને 21 રનનું યોગદાન આપ્યું. સુપર જાયન્ટ્સ તરફથી મિચેલ માર્શે 64 બોલમાં 8 છગ્ગાની મદદથી 117 રન બનાવ્યા. નિકોલસ પૂરને 27 બોલમાં 56 રનનું યોગદાન આપ્યું. GTના અરશદ ખાન અને સાઈ કિશોરને એક-એક વિકેટ મળી.