અમેરિકાની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી ફિલોસોફીમાં માસ્ટર્સ અને MITમાંથી એન્જિનિયરિંગ પૂર્ણ કર્યા પછી, ડૉ. સ્વાતિ વાર્ષણેય હવે પૃથ્વીના સ્ટ્રેટોસ્ફિયરથી કૂદકો મારનાર પહેલી ભારતીય બનવાનું ગૌરવ મેળવવા જઈ રહી છે.
સ્વાતિ છેલ્લાં 13 વર્ષમાં 1200 વખત સ્કાયડાઇવિંગ કરી ચૂકી છે. હવે, તેના આ અદભુત પરાક્રમમાં સફળ થશે, તો તે સૌથી વધુ ઊંચાઈથી ફ્રીફોલનો રેકોર્ડ પણ બનાવશે. વ્યવસાયે કોમ્પ્યુટર એન્જિનિયર સ્વાતિ માટે સિદ્ધિઓની આ સફર સરળ નહોતી. બાળપણમાં જ તેણે રંગભેદ અને જાતિવાદના પડકારોનો સામનો કર્યો. ત્રીજા ધોરણમાં, તેની ક્લાસમેટે તેની સાથે રમવાની ના પાડી દીધી હતી. સ્વાતિ કહે છે કે કિશોરાવસ્થામાં તે પહેલાં ભીડનો ભાગ બનવા માટે તે દરેક તફાવત છુપાવવાનો પ્રયાસ કરતી. ત્વચાના રંગને કારણે, ગોરા લોકોની સ્કાયડાઇવિંગ કમ્યુનિટીમાં પણ તેને અલગ નજરે જોતા. પરંતુ વધતી ઉંમર સાથે તે દુનિયામાં પોતાની અલગ ઓળખ બનાવનાર ભારતીય સભ્યતાનું મહત્ત્વ સમજવા લાગી છે. હવે તે તેને છુપાવતી નથી, તેની ઉજવણી કરે છે. તેની સંસ્કૃતિ પર ગર્વ વ્યક્ત કરે છે.
સ્વાતિ કહે છે કે સ્કાયડાઇવિંગમાં ભારતીય મહિલાઓ માટે ઘણી તકો છે. ભારતમાં તેને બહુ ઓળખ નથી મળી, પરંતુ હું તેના ભવિષ્ય વિશે આશાવાદી છું. મેં જ્યારે સ્કાયડાઇવિંગ શરૂ કર્યું ત્યારે મારાં માતા-પિતા તો મૂળ ઉત્તરપ્રદેશના અલીગઢના રહેવાસી. મારાં માતા-પિતા ખૂબ જ ડરી ગયાં હતાં. મેં તેને મારી સુરક્ષાની સંપૂર્ણ ખાતરી આપી.