માનસિક સ્વાસ્થ્ય અંગે જાગૃતિ વધારવા માટે કામ કરી રહેલી સંસ્થા ‘એમ પાવરે’ તેનું પાંચમું કેન્દ્ર દિલ્હીમાં ખોલ્યું છે. આ નવા કેન્દ્રનું ઉદઘાટન એમ્સના ડાયરેક્ટર ડૉ. એમ. શ્રીનિવાસે વર્ચ્યુઅલ રીતે કર્યું આ પ્રસંગે કેન્દ્રના સ્થાપક ડો. નીરજા બિરલાએ હોપ નામની સ્યુસાઈડ પ્રિવેન્શન ટૂલકિટનું પણ અનાવરણ કર્યું. તેમણે કહ્યું કે દિલ્હીની અડધી વસતી પર માનસિક સ્વાસ્થ્ય બગડવાનો ખતરો છે. દિલ્હીના માનસિક સ્વાસ્થ્યની સ્થિતિ એમ પાવર દ્વારા તાજેતરમાં જ કરાવવામાં આવેલા ‘મેન્ટલ હેલ્થ એટ વર્કપ્લેસ સરવે -2023’ નાં પરિણામોમાંથી બહાર આવ્યું. દેશમાં 2021માં 1,64,033 આત્મહત્યાના કેસ નોંધાયા, જે અગાઉના વર્ષ કરતાં 7.2% વધુ હતા. ભારતમાં આત્મહત્યાનો દર વિશ્વમાં સૌથી વધુ એક લાખ દીઠ 12 આત્મહત્યા છે. NCRBના ડેટા દર્શાવે છે કે આત્મહત્યા કરનારાઓમાં 72.5% પુરુષો હોય છે. દિલ્હીમાં દેશની સૌથી વધુ આત્મહત્યાની ઘટનાઓ બને છે. આશા છે કે આ વિચારસરણીમાં ફસાયેલા લોકોને સકારાત્મક સમર્થન આપવા માટે માર્ગદર્શન આપશે. આ માત્ર જરૂરિયાતમંદોની સમજણ જ નહીં વધારે પરંતુ તેમનામાં આશા પણ જગાડશે. એમ પાવરનો હેતુ દરેક વ્યક્તિના માનસિક સ્વાસ્થ્યની કાળજી લેવાનો છે. ડો.શ્રીનિવાસે પણ આ હોપ ટૂલકિટને આશાનું કિરણ ગણાવ્યું છે.