રાજકોટની ભાગોળે આણંદપર ગામે રહેતા પરિવારનો 15 વર્ષનો પુત્ર ગોંડલમાં હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતો હતો. રજાઓમાં તે રાજકોટ આવ્યો હતો. આ દરમિયાન તેને ઘર પાસે જ શ્વાને બચકું ભર્યું હતું પણ ગંભીર ઈજા ન હોવાથી ધ્યાન ગયું નહિ. માતા-પિતા તેને ફરી હોસ્ટેલ મૂકી આવ્યા અને બે મહિના બાદ અચાનક જ વિદ્યાર્થીની તબિયત બગડી હતી અને અલગ અલગ હોસ્પિટલમાં સારવાર માટે ગયા હતા.
હડકવાના લક્ષણો દેખાતા એક પણ ખાનગી હોસ્પિટલે સારવાર કરી નહિ જેથી વિદ્યાર્થીને સિવિલમાં 14મીએ દાખલ કરાયો હતો અને ત્યાં પણ ઊલટી ઉબકા અને પાણી ગળે ઉતારવામાં સમસ્યા થતી હતી તેથી હડકવાની અસર જ દેખાતા તેને એન્ટિબાયોટિક અપાઇ હતી. પણ બે જ દિવસમાં સારવાર બાદ બાળકનું 16મીએ મૃત્યુ નીપજ્યુ હતું.