Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

તા 4 ઓક્ટોબરના રોજ BAPS સ્વામિનારાયણ અક્ષરધામમાં કુલ ત્રણ ચરણમાં યોજાનાર મૂર્તિ પ્રતિષ્ઠાવિધિના દ્વિતીય ચરણમાં મહંતસ્વામી મહારાજના હસ્તે સનાતન ધર્મના પૂજનીય સ્વરૂપો - ભગવાન શ્રી રામ, સીતાજી, હનુમાનજી, લક્ષ્મણજી, ભગવાન શ્રી શિવ, પાર્વતીજી, ગણેશજી, કાર્તિકેયજી, ભગવાન શ્રીકૃષ્ણ, રાધાજી,ભગવાન શ્રી તિરૂપતિ બાલાજીની સાથે BAPSની આધ્યાત્મિક ગુરૂપરંપરાના ગુરુવર્યોની મૂર્તિઓનું પૂજન કરવામાં આવ્યું હતું. આ અવસરે અનેક મહાનુભાવો ઉપસ્થિતિ રહ્યા હતા.

આ પ્રસંગે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના કોષાધ્યક્ષ સ્વામી ગોવિંદદેવ ગીરીજીએ તેઓના સંબોધનમાં જણાવ્યું કે, શાશ્વત કાળ માટે રચાયેલું આ સ્થાન એક દીવાદાંડી સમાન છે. મંદિર શું છે? મંદિર એવી દીવાદાંડી છે, જે અનંતકાળ સુધી પ્રકાશ આપે છે. આ મંદિર પેઢીઓ સુધી જ્ઞાનના અજવાળા પાથરશે. આ માનવતાનું મંદિર છે, શ્રદ્ધાનું, વૈશ્વિક પ્રેમ અને ભાઇચારાનું મંદિર છે. ઉત્તર અમેરિકામાં BAPS સ્વામિનારાયણ અક્ષરધામ મહામંદિર, ઊંડા આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મહત્વને દર્શાવતું, હિન્દુ વારસાના જતન અને તેના પ્રસારની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે.