Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

સોશિયલ મીડિયાના માધ્યમથી પેઢીના મળેલા નંબર પરથી સંપર્ક કરી માલ મગાવનાર રાજકોટના વધુ એક વેપારી સાથે છેતરપિંડી થયાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. નાનામવા સર્કલ પાસે સિલ્વર હાઇટસમાં રહેતા પ્રવીણભાઇ મોહનભાઇ લુણાગરિયા નામના વેપારીએ સાયબર ક્રાઇમ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ ભૂપેન્દ્ર રોડ પર સોના-ચાંદીના ટેસ્ટિંગની લેબોરેટરી ચલાવે છે.


સોના-ચાંદીના ટેસ્ટિંગ માટે કાર્બન ગ્રેફાઇટ નામના રો-મટિરિયલની જરૂર પડતી હોય ગત ફેબ્રુઆરીમાં આ રો-મટિરિયલની જરૂરિયાત ઊભી થઇ હતી. જેથી એપ્લિકેશન મારફતે એક પી.સી.એન્ટરપ્રાઇઝ નામની કંપની નજરે પડી હતી. આ પેઢીની સાઇટમાં પોતાને જે રો-મટિરિયલ જોતું હોય તેનો ભાવ તેમાં વાજબી લાગતા મેસેજ કર્યો હતો. જેથી તા.27-2-2023ના રોજ મોબાઇલ પર વોટ્સએપમાં તે પેઢીનું બિઝનેસ કાર્ડ હતું. તે નંબર પર અવારનવાર વાતચીત થયા પછી જુલાઇમાં ભાવ અંગે પૂછપરછ કરી હતી. ભાવ જાણ્યા બાદ સામે વાળી વ્યક્તિએ ટોકન પેટે રૂ.51 હજાર ચૂકવવાનું જણાવ્યું હતું.

જેથી 800 કિ.ગ્રામ કાર્બન ગ્રેફાઇટનો ઓર્ડર આપી તે વ્યક્તિએ જણાવેલી સારસ્વત કો-ઓપરેટિવ બેંકના એકાઉન્ટમાં બે તબક્કે નાણા મોકલ્યા હતા અને રો-મટિરિયલ મોકલવા જણાવ્યું હતું. જેથી તે વ્યક્તિએ વધુ રૂ.70 હજારનું પેમેન્ટ કરવાનું જણાવતા ફરી ઉપરોકત બેંકના ખાતામાં નાણાં ટ્રાન્સફર કર્યા હતા. ત્યાર બાદ તેને રો-મટિરિયલ મોકલવાનું કહેતા તે વ્યક્તિએ વધુ નાણાંની માગણી કરવા લાગ્યો હતો.