દરેક વ્યક્તિ પોતાની પસંદની વ્યક્તિ સાથે લગ્ન કરવા માંગે છે. ઘણી વખત લોકો આવું કરવા માટે પોતાના પરિવાર સામે બળવો પોકારે છે. કેટલાક કિસ્સામાં અંતે દરેક વ્યક્તિ ખુશીથી લગ્ન કરી લે છે, તો કેટલાક કિસ્સામાં પરિવાર કાયમ માટે સંબંધ તોડી નાખે છે. આજના સમયમાં પણ લવ મેરેજ કરવા ખૂબ જ મુશ્કેલ છે. આવું કરવું દરેક માટે શક્ય નથી. પરંતુ કેટલીકવાર બે લોકો જે એકબીજા સાથે રહેવા માટે આટલી લડાઈ લડી રહ્યા છે, તેમને પોતાના નિર્ણય પર આંસુ વહાવવા પડે છે. આવું સામાન્ય રીતે ત્યારે થાય છે જ્યારે કોઈ ત્રીજી વ્યક્તિ લગ્નના સંબંધમાં પ્રવેશ કરે છે. બાય ધ વે, આ માટે પતિ કે પત્ની બેમાંથી કોઈ એક જવાબદાર હોઈ શકે છે. પરંતુ આમાંની મોટાભાગની છેતરપિંડી પુરુષો તરફથી આવે છે.
જર્નલ સોશિયલ સર્વેએ પણ પુષ્ટિ આપી છે કે સ્ત્રીઓ કરતા પુરુષો વધુ કપટી હોય છે અને પસંદગીની છોકરી મળી જાય તો પણ તેઓ લગ્નેત્તર સંબંધો બાંધતા અચકાતા નથી અને ખાસ કરીને જયારે લગ્નજીવનથી નાખુશ હોય ત્યારે તેઓ બીજી મહિલાઓ કે છોકરીઓ તરફ વળી જતા હોય છે.
(1) દબાણમાં આવીને લગ્ન કરવા
અરેન્જ મેરેજ જ નહીં, ક્યારેક કેટલાક લોકોને પ્રેશરમાં લવ મેરેજ પણ કરવા પડે છે. આ દબાણ માતાપિતા અથવા સગાસંબંધીઓ તરફથી કરવામાં આવે છે. આવી સ્થિતિમાં, જ્યારે કોઈ પુરુષ માનસિક રીતે લગ્નની જવાબદારીઓ ઉપાડવા માટે તૈયાર ન હોય, ત્યારે તે સમય જતાં શીખવાની સંભાવના ઓછી હોય છે અને તેનાથી દૂર ભાગવાની સંભાવના વધારે હોય છે. ઘણી વખત આવા લગ્નો એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ પર સમાપ્ત થઈ જાય છે.
(2) યુવાનોની સુડી વચ્ચે સોપારી જેવી સ્થિતિ
લગ્ન પછી, પુરુષો ઘણીવાર પત્ની અને પરિવાર વચ્ચે સુડી વચ્ચે સોપારીની જેમ પીસાઈ જતો હોય છે. ઘણી વાર યુવાનોને પરિવાર તરફથી તેની પસંદગીની છોકરી સાથે લગ્ન કરવાનું દબાણ આવે છે સામે તે તેની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરવા ઈચ્છુક હોય છે આવી સ્થિતિમાં તે પરસ્ત્રી સાથે ખેંચાય છે.
દરેક ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ લગ્ન પહેલા એકબીજાની ઈચ્છાઓ પૂરી કરવા માટે કોઈ પણ હદ સુધી જાય છે. તેઓ સાથે મળીને આવી ઘણી વસ્તુઓ અજમાવે છે, જેનાથી તેમને આકાશમાં મુક્ત ઉડતા પક્ષી જેવો અહેસાસ થાય છે. થોડો સમય સાથે રહ્યા પછી બધી જવાબદારી માત્ર એકબીજાને ખુશ કરવાની જ લાગે છે.
રિલેશનપીમાં આવેલો ફેરફારને પહોંચી ન વળવું
આવી સ્થિતિમાં, જ્યારે બંને લગ્ન કરે છે અને સાથે રહેવાનું શરૂ કરે છે, ત્યારે ઘણી વખત તેઓ તેની સાથે આવતા ફેરફારોને યોગ્ય રીતે નિયંત્રિત કરી શકતા નથી. જેના કારણે પરસ્પર સંબંધો બગડવા લાગે છે. સંબંધથી પ્રેમ રોમાંસ ધીરે ધીરે ખતમ થવા લાગે છે. બધું જ તફાવત સાથે પૂરું થાય છે. તેનાથી કંટાળીને પુરુષો ઘણીવાર પરસ્ત્રી તરફ ખેંચાઈ જતા હોય છે.