Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

આંતરરાષ્ટ્રીય બજારમાં બુધવારે ક્રૂડ ઑઇલના ભાવ 6% ઘટ્યા હતા. સુસ્ત થઈ રહેલી વૈશ્વિક અર્થવ્યવસ્થામાં માગ ઘટવાને કારણે ભાવ ઘટ્યા છે. બેન્ચમાર્ક ઑઇલ બ્રેન્ટ ક્રૂડની કિંમત 86.12 ડૉલર અને અમેરિકન તેલ ડબલ્યુટીઆઇની કિંમત 84.57 ડૉલર પ્રતિ બેરલ થઈ છે. ગત સપ્તાહના પીક લેવલની સરખામણીએ બ્રેન્ટમાં 12% અને ડબલ્યુટીઆઇ ક્રૂડમાં 11% ઘટાડો થયો છે. આ પહેલાં જુલાઈથી અત્યાર સુધીમાં કાચા તેલના ભાવમાં નોંધપાત્ર વધારો થયો હતો. છેલ્લા 2 મહિનામાં કાચા તેલના ભાવ લગભગ 30% સુધી વધ્યા હતા પરંતુ હવે ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે.


જેપી મોર્ગનના નતાશા કાનેવાએ કહ્યું હતું કે ‘એક વાર ફરી માગમાં ઝડપથી ઘટાડો શરૂ થઈ ગયો છે.’ દરમિયાન ઑઇલનો જથ્થો વધવા લાગ્યો છે. વિશ્વમાં રોજ 7 લાખ બેરલ કાચા તેલનું ઉત્પાદન વધી રહ્યાની આશા વ્યક્ત કરાઈ રહી છે. આ કારણથી પણ ભાવ ઘટ્યા છે. કાચા તેલના ભાવમાં ધરખમ ઘટાડો થતાં દેશની સરકારી ઑઇલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલના નવા ભાવ જાહેર કર્યા છે.