Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

આમ આદમી પાર્ટીના કોર્પોરેટર દ્વારા હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટર કામ કરતા વ્યક્તિને તમાચો મારી દેવાની ઘટનાને લઈને રાજકારણમાં ગરમાવો આવ્યો છે. વિપુલ સુહાગીયા નામના કોર્પોરેટર દ્વારા કોન્ટ્રાક્ટના કર્મચારી સાથે કરેલા વર્તન બાદ તેમની સામે ફરિયાદ નોંધાતા તેમને વરાછા પોલીસ સ્ટેશનમાં પૂરી દેવાતા મામલો વધુ ઉગ્ર બન્યો હતો.


વરાછા પોલીસ સ્ટેશનને બહાર વિરોધ પ્રદર્શન
આમ આદમી પાર્ટીના વિપક્ષના નેતા અને કોર્પોરેટરો તેમજ અન્ય કાર્યકર્તાઓ દ્વારા મોટી સંખ્યામાં વરાછા પોલીસ સ્ટેશનની બહાર વિરોધ પ્રદર્શન શરૂ કરવામાં આવ્યું હતું. કોર્પોરેટર વિપુલ સુહાગીયાને ઝડપથી છોડી દેવાની ભગવાન તેમને સદબુદ્ધિ આપે તે માટે રામ ધુન કરવામાં આવી હતી. એકત્રિત થયેલા આત્મા નેતાઓએ વિપુલ સુહાગીયા ને છોડે નહીં ત્યાં સુધી પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરવાનો નક્કી કરાયું હતું. જેને ધ્યાનમાં રાખીને વરાછા પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી.