Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

કરજણ નગરપાલિકાની આગામી તા. 16 ફેબ્રુ.ના રોજ યોજાનારી ચૂંટણીમાં ધીમે ધીમે પ્રચારનો ગરમાવો આવી રહ્યો છે. ત્યારે વોર્ડ નંબર 7માં ભારતીય જનતા પાર્ટીની પેનલના પ્રચાર માટે આવેલા જિલ્લા ભાજપ પ્રમુખે બેફામ વાણી વિલાસ કરી ચિમકી ઉચ્ચારી હતી. જાહેર સભામાં વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખે મતદારોને ગર્ભિત ધમકી આપી હતી કે, જો ભાજપના ચારે ચાર ઉમેદવારો જીતશે, તો હું તમારા મકાનો નહીં તોડવા દઉં અને જો દગો કર્યો તો તમારા મકાનો નહીં રહેવા દઉ. આવી ધમકી આપતો વિડીયો કરજણ નગરમાં વાયરલ થતા રાજકીય ગરમાવો આવી ગયો હતો. સાથે જિલ્લા પ્રમુખની ધમકી સામે મતદારો પણ અવાચક થઇ ગયા હતાં.


કરજણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં ભાજપ દ્વારા ટિકીટ ફાળવણીમાં અન્યાય થતાં ભાજપના જ મોટામાથાઓએ પક્ષને અવગણીને ઉમેદવારી નોંધાવી બળવો કર્યો હતો. જેના પગલે અત્યારે કરજણ નગરમાં તો ભાજપ ભાજપ વચ્ચેની લડાઈ જોવા મળી રહી છે. ભારતીય જનતા પાર્ટીમાંથી ટિકિટ ન મળવાથી આપ માંથી ટિકિટ મેળવીને ભાજપના જ કેટલાક હોદ્દેદારો અને પૂર્વ સભ્યો બળવો કરીને આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડી રહ્યા છે.

જેમાં વોર્ડ નંબર 7 ના મોહમ્મદભાઈ સંધિ કે જેઓ 2014 માં તત્કાલીન ધારાસભ્ય અને હાલના વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સતિષભાઈ પટેલના હસ્તે ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો. અને નગરપાલિકામાં 2018માં નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીમાંથી નગરપાલિકાના સભ્ય બન્યા હતા. જેઓને હાલમાં ભારતીય જનતા પાર્ટીમાંથી ટિકિટ ન મળતા મહમદભાઈ સંધિ તથા નગરપાલિકાના અન્ય માજી સભ્યો માજી ઉપપ્રમુખો બળવો કરીને આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડી રહ્યા છે.