પાકિસ્તાનના ડેરા ગાઝી ખાન ન્યૂક્લિયર ફેસિલિટી પાસે મોટા વિસ્ફોટના સમાચાર આવ્યા છે. સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો ફરતા થઈ રહ્યા છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે વિસ્ફોટનો અવાજ 30 કિલોમીટર દૂર સુધી સંભળાયો. હાલમાં સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો છે.
જોકે ડેપ્યુટી કમિશનર ડીજી ખાને કહ્યું હતું કે પરમાણુ કેન્દ્રમાં વિસ્ફોટના સમાચાર ખોટા છે. સાઉન્ડ બેરિયર તૂટવાને કારણે જોરદાર અવાજ આવ્યો હતો, જેના કારણે આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ. સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા વીડિયોમાં કહેવામાં આવી રહ્યું છે કે આ વિસ્ફોટ શાહીન મિસાઈલના ટેસ્ટિંગ દરમિયાન થયો.