સ્કોટલેન્ડના આંતરિક ભાગમાં એક દ્વીપકલ્પ પર એક અનોખો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. પ્રકૃતિ પુનઃસ્થાપન એટલે નાશ પામેલા જંગલોને વસાવવાના પ્રયાસો થઈરહ્યા છે. વિશ્વભરના લેન્ડસ્કેપ્સને એસેટમાં ફેરવવા તરફનું આ પહેલું પગલું છે જેની કેટલાક રોકાણકારો અપેક્ષા રાખે છે કે તે ટૂંક સમયમાં અબજ-ડોલરની સંપત્તિમાં ફેરવાઈ જશે.
વર્ષની શરૂઆતમાં, હાઇલેન્ડ્સરિવાઇલ્ડિંગ નામની કંપનીએસ્કોટલેન્ડના પશ્ચિમ કિનારે 1.05કરોડ પાઉન્ડ (લગભગ રૂ. 106કરોડ)માં 1,370 હેક્ટરની મિલકતખરીદી હતી.તેને ટેવલિચ કહેવામાંઆવે છે. કંપની સ્થાનિક ઘાસનામેદાનો અને વરસાદી જંગલોનેફરીથી વસાવવાની યોજના ધરાવે છે.આ વરસાદી જંગલો અને ઘાસનામેદાનો ઘણા દાયકાઓથી ઘેટાં અનેહરણ માટે ગોચર બની ગયા છે અનેલુપ્ત થવાની આરે છે. આ પ્રોજેક્ટમાટે બોસ્ટન સ્થિત MFSઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ, વિસ્તારનાશ્રીમંત લોકો, ક્રાઉડફંડિંગ અને નાનારોકાણકારો પાસેથી નાણાં એકત્રકરવામાં આવ્યા હતા. આ ઉપરાંતયુકે ઈન્ફ્રાસ્ટ્રક્ચર બેંક પાસેથી પણલોન લેવામાં આવી હતી. એકવારઆ જંગલો ફરી હરિયાળાબનશે,પર્યાવરણવિદોની ટીમ આસુધારણાને માપશે.