Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

સુરતની 23 વર્ષીય શિક્ષિકાએ તેમને ત્યાં ટ્યુશનમાં આવતા 13 વર્ષીય વિદ્યાર્થીનું અપહરણ કર્યું હતું. પોલીસે જ્યારે શિક્ષિકાને ઝડપી મેડીકલ તપાસ કરાવી ત્યારે શિક્ષિકાને 20 માસનો ગર્ભ હોવાનો ઘટસ્ફોટ થયો હતો. તો સાથે શિક્ષિકાએ સગીરા વિદ્યાર્થી સાથે અનેકવાર શરીર સંબંધ બાંધ્યા હોવાનો અને સગીર વિદ્યાર્થી પણ પિતા બનવા સક્ષમ હોવાનું સામે આવ્યું હતું. જો કે, સગીરાના પેટમાં ઉછરી રહેલા બાળકનો પિતા સગીર જ છે કે અન્ય તેની તપાસ માટે DNAના સેમ્પલ લેઈ તપાસ માટે મોકલાયા છે. જેનો રિપોર્ટ આપવાનો બાકી છે.


આ રિપોર્ટ આવે તે પહેલા શિક્ષિકાએ ગર્ભપાત માટે કોર્ટમાં અરજી કરતા ક્રોટે ગાયનેક ડોકટરના અભિપ્રાય બાદ ગર્ભપાતની મંજૂરી આપી છે. એબોર્શનની પ્રક્રિયા આજથી શરૂ થશે.

પૂણા વિસ્તારમાં રહેતાં 13 વર્ષીય સગીરનું અપહરણ તેને ટ્યુશન કરાવતી 23 વર્ષીય યુવતી ભગાવી ગયાની ઘટના બાદ તે પાંચમા દિવસે રાજસ્થાન બોર્ડર પરથી આ સગીર સાથે પકડાઈ હતી. તેની ધરપકડ સાથે પ્રેગ્નેન્સી ટેસ્ટ કરતાં નવો ઘટસ્ફોટ થયો હતો. આ શિક્ષિકાને 20 અઠવાડિયાનો એટલે કે પાંચ મહિનાનો ગર્ભ હોવાનો ખુલાસો થયો હતો.

શિક્ષિકાએ વકીલ મારફત ગર્ભપાત માટે અરજી કરી હતી ટોક ઓફ ધ ટાઉન બનેલા આ કિસ્સામાં ગર્ભવતી શિક્ષિકાએ એડવોકેટ વાજીદ શેખ મારફતે 20 અઠવાડિયાના ગર્ભને ગર્ભપાત કરાવવા માટે કોર્ટની પરવાનગી માંગવામાં આવી હતી. આ સામે પોલીસનો અભિપ્રાય પણ મંગાવવામાં આવ્યો હતો. જો કે, પોલીસ દ્વારા અભિપ્રાય નહીં અપાતા આ કેસમાં પોલીસે મુદ્દત માંગી હતી. પોલીસની મુદ્દત અરજી મંજૂર કરાઈ હતી. જેથી આ કેસમાં પોલીસ દ્વારા ગાયનેકના અભિપ્રાય આપવામાં આવ્યો હતો.