સામાજિક, આર્થિક, લિંગ, જાતિ કે જ્ઞાતિના આધારે વિદ્યાર્થીઓ સાથે કેટલાક શિક્ષકો ક્લાસમાં અસમાન અને નિરાશાજનક વર્તન કરે છે. સારું પ્રદર્શન છતાં ઘણી વખત આવા વિદ્યાર્થીઓ શિક્ષકો દ્વારા પ્રોત્સાહનને બદલે કડક ટિપ્પણીનો ભોગ બને છે. સાઉધમ્પ્ટન યુનિવર્સિટીમાં સોશિયલ સાઈકોલોજીના પ્રોફેસર કાન્સ્ટેન્ટીન સેડિકિડેસ અનુસાર શિક્ષકોના જાણતા-અજાણતા પૂર્વગ્રહનાં વિનાશક પરિણામો આવી શકે છે. બાળકો શિક્ષકોની ભાષા અને વર્તન સમજે છે.
નબળી આર્થિક સ્થિતિને કારણે આ વિદ્યાર્થીઓ પહેલેથી જ સારા શિક્ષણથી દૂર છે. આ વર્તન સ્થાયી અને ગંભીર પરિણામો સાથે તેમના મનમાં બેસી જાય છે, જે આગળ વધવાની પ્રક્રિયાને અટકાવે છે. શિક્ષકોએ આવું વર્તન કરતાં પહેલાં વિદ્યાર્થીની ક્ષમતાઓ પર પણ ધ્યાન આપવું જોઈએ. તેને એ સમજાવવામાં મદદ કરો કે તેને નીચો ગ્રેડ કેમ મળ્યો અને હવે પછી કેવી રીતે સારો પ્રાપ્ત થઈ શકે.
તેને યોગ્યતામાં માનવું પડશે. યુકેમાં 10થી 13 વર્ષના વિદ્યાર્થીઓ પર કરાયેલા અભ્યાસમાં સામે આવ્યું કે સહાધ્યાયી જેટલું જ સારું પ્રદર્શન છતાં શિક્ષકો ગરીબ-વંચિત વિદ્યાર્થીઓને નીચો ગ્રેડ આપે છે. અહીં ઉચ્ચ, મધ્યમ પૃષ્ઠભૂમિવાળા વિદ્યાર્થીઓને ‘અદભુત, તમે સારું પ્રદર્શન કર્યું’ જેવી ટિપ્પણીઓ પ્રાપ્ત થઈ, જ્યારે તેમનું સમાન અથવા વધુ સારું પ્રદર્શન હોવા છતાં વંચિત વિદ્યાર્થીઓને... ‘સખત મહેનતની જરૂર’ જેવી કમેન્ટ મળી.