Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

થરાદથી સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડની 2,000 કિમીની સાઈકલ યાત્રાએ નીકળેલો યુવાન પાટડી શક્તિમાતાએ પહોંચ્યો છે. એણે જણાવ્યું હતું કે, આ યાત્રા કરવાનો મુખ્ય હેતુ આપણી બધી ઐતહાસિક જગ્યા, તીર્થ સ્થાનો, ફરવાલાયક સ્થળો એ બધું યુટ્યુબ ચેનલના માધ્યમથી બહાર લાવવું છે, જેથી આવનારી પેઢીઓ જોઈ શકે.

મૂળ થરાદનો સોની રાજકુમાર હિતેષભાઇ ગત તા- 25/11/2024ના રોજ સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડની 2,000 કિમીની સાઈકલ યાત્રાએ નીકળેલો યુવાન પાટડી શક્તિમાતાએ પહોંચ્યો હતો. પાટડીમાં એણે શક્તિ માતાના મંદિર અને વર્ણીન્દ્રધામ મંદિરની મુલાકાત લઇ પીપળી રામદેવ મંદિર ખાતે જવા માટે નીકળતા પહેલા જણાવ્યું કે, આ મારી કુલ 2,000 કિમીની યાત્રામાં હું 150થી વધુ તીર્થ સ્થાનોની મુલાકાત લઇ આગળ વધવાનો છું. હું આ યાત્રા ગિયરવાળી સાઈકલથી કરું છુ.