ઈઝરાયલે તેની સેનાને સમગ્ર ગાઝા પટ્ટી પર કબજો કરવાનો આદેશ આપ્યો છે. ઈઝરાયલે ગાઝા બોર્ડર પર 1 લાખ સૈનિકો તહેનાત કર્યા છે. સાથે જ 3 લાખ સૈનિકોને તૈયાર રહેવા માટે કહેવામાં આવ્યું છે. ઈઝરાયલના સંરક્ષણ મંત્રી યોવ ગેલેન્ટ પણ અધિકારીઓને ગાઝા પટ્ટીમાં ખોરાક, પાણી, વીજળી અને ઈંધણનો પુરવઠો રોકવાનો આદેશ આપ્યો છે.
તે જ સમયે, ઇઝરાયલમાં 9 અમેરિકન અને 10 બ્રિટિશ નાગરિકોના મોત થયા છે. આ પહેલા ફ્રાન્સ, જર્મની અને યુક્રેને પણ હમાસના હુમલામાં પોતાના નાગરિકોના મોતની પુષ્ટિ કરી હતી.
જો કે, સેનાએ સરહદના ઈઝરાયલના વિસ્તારોને હમાસના લડવૈયાઓથી મુક્ત કરાવ્યા છે. જો કે, પેલેસ્ટાઈનમાંથી લડવૈયાઓ હજુ પણ ઈઝરાયલમાં પ્રવેશ કરી રહ્યા છે. બીજી તરફ હમાસે દાવો કર્યો છે કે ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલા હુમલામાં 4 ઈઝરાયલીના પણ મોત થયા છે. તેઓ હમાસની કેદમાં હતા.
ઇઝરાયલની વાયુસેનાએ રાતોરાત હમાસ અને પેલેસ્ટિનિયન ઈસ્લામિક જેહાદના 500 વોર રૂમનો નાશ કર્યો. યુદ્ધના ત્રીજા દિવસે અત્યાર સુધીમાં 800 ઈઝરાયલીના મોત થયા છે. ઈઝરાયલની જવાબી કાર્યવાહીમાં 500 પેલેસ્ટાઈન માર્યા ગયા છે અને 2000થી વધુ ઘાયલ થયા છે.