સૂર્યનો ગુરુ ગ્રહની મીન રાશિમાં પ્રવેશ થયો હોવાથી આજથી (14 માર્ચ) ખરમાસ શરૂ થઈ ગઈ છે. હવે આ ગ્રહ 13 એપ્રિલ સુધી આ રાશિમાં રહેશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે સૂર્ય ધન અથવા મીન રાશિમાં રહે છે, ત્યારે આ સમયને ખરમાસ કહેવામાં આવે છે. સૂર્ય લગભગ એક મહિના સુધી એક રાશિમાં રહે છે.
ઉજ્જૈનના જ્યોતિષી પં. મનીષ શર્માના જણાવ્યા અનુસાર સૂર્યના મીન રાશિમાં આગમનને કારણે લગ્ન, વાસ્તુ, મુંડન, જનોઈ વગેરે શુભ વિધિઓ માટે કોઈ શુભ મુહૂર્ત નથી. હવે 13મી માર્ચ સુધી આ શુભ કાર્યો માટે કોઈ શુભ મુહૂર્ત રહેશે નહીં, આથી જ્યોતિષીઓએ આ શુભ કાર્યો ન કરવાની સલાહ આપી છે.
દિવસની શરૂઆત સૂર્યનારાયણ અર્ઘ્ય અર્પણ કરો ખરમાસમાં સૂર્ય પૂજાનું વિશેષ મહત્વ છે. આ દિવસોમાં દરરોજ સવારે વહેલા ઉઠો અને સ્નાન કર્યા પછી તાંબાના વાસણમાં પાણી ભરીને સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરો. ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરો. જે લોકોની કુંડળીમાં સૂર્ય સંબંધિત દોષ હોય તેમણે ખાસ કરીને આ શુભ કાર્ય કરવું જોઈએ.
સૌથી પહેલા ઘરના મંદિરમાં ભગવાન ગણેશની પૂજા કરો. ભગવાન ગણેશને સ્નાન કરાવો. કપડાં, હાર, ફૂલો અને પૂજા સામગ્રીથી શણગારો. ધૂપ અને દીવા પ્રગટાવો. મીઠાઈઓ અને ફળો અર્પણ કરો. આરતી કરો. ગણેશ પૂજા પછી શિવલિંગનો અભિષેક કરો. જો તમારા ઘરમાં બાળ ગોપાલની મૂર્તિ હોય તો ભગવાનને જળ અને પંચામૃતથી અભિષેક કરો. વસ્ત્ર, હાર અને ફૂલોથી સજાવો. તુલસી સાથે માખણ- મિશ્રીનો નૈવૈદ્ય ધરાવો. કૃષ્ણાય નમઃ મંત્રનો જાપ કરીને પૂજા કરો.
તમારા ઘરની નજીકના કોઈ મંદિરમાં જઈને પૂજા કરો. જો તમે મંદિરના દર્શન કરવા સક્ષમ ન હોવ, તો મંદિરના ધજાના દર્શન કરો. ધજાના દર્શનથી પણ પુણ્યનું પ્રાપ્તિ થાય છે. જરૂરિયાતમંદ લોકોને અનાજ,ચંપલ, કપડાં, છત્રી, પૈસાનું દાન કરો. ગૌશાળામાં ગાયોની સંભાળ માટે પૈસાનું દાન કરો. ગાયોને લીલું ઘાસ ખવડાવો.