સોશિયલ મીડિયાના લતને કારણે ઘણીવાર આપણે જીવનની મહત્ત્વપૂર્ણ ક્ષણોને ફોન પર સ્ક્રોલ કરવામાં વેડફી રહ્યા છીએ. લોગ ઓફ મુવમેન્ટના સ્થાપક એમ્મા લેમ્બકેનું કહેવું છે કે તે 12 વર્ષની હતી ત્યારથી સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું હતું. લોકોની લાઈક્સ અને કમેન્ટ્સના આધારે પોતાનું મૂલ્યાંકન કરવાનું શરૂ કર્યું. જેના કારણે તેના સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર પડી હતી.
દર સપ્તાહ ફોન-બિનજરૂરી ઓનલાઈન પ્રવૃત્તિથી દૂર રહેવાના નિયમો બનાવો
ડિજીટલ વપરાશની ડાયરી બનાવો: કેટલાં સમય સુધી સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યો તેની નોંધ કરો. આ માટે ખાસ ડાયરી બનાવો. ઉપયોગ કર્યા પછી તમારી પોતાની લાગણીઓનું મૂલ્યાંકન કરો.
કેવી રીતે અને શા માટે ઉપયોગ કરવો તે લખો: સોશિયલ મીડિયાનો ઉપયોગ કઈ વસ્તુમાં અને કેવી રીતે ઉપયોગ કરવો તે નક્કી કરો. આ માહિતી કાગળ પર લખો અને તમારી આસપાસ ચોંટાડી દો. જ્યારે પણ તમને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર સ્ક્રોલ કરવાનું મન થાય, ત્યારે આ માહિતી જોવાની ખાતરી કરો.
ટેકનોલોજીમાંથી બ્રેક લો: દર અઠવાડિયે થોડો સમય ટેકનોલોજીમાંથી બ્રેક લો. આ સમયગાળા દરમિયાન બિનજરૂરી ઑનલાઇન પ્રવૃત્તિઓ અને ગેજેટ્સથી દૂર રહો.
ફોન ફ્રી ઝોન સ્થાપિત કરો: ઘરના અમુક ભાગો જેમ કે રસોડું, બાથરૂમ કે બેડરૂમમાં ફોન, સોશિયલ મીડિયાનો ઉપયોગ ન કરવાનો નિયમ બનાવો. પરિવારને પણ આમાં સામેલ કરો.
સોશિયલ મીડિયા સુધીની પહોંચ મર્યાદિત કરો- સોશિયલ મીડિયાની લત છોડવા માટે તેના મર્યાદિત કરો. તમારા ફોનમાંથી એવા પ્લેટફોર્મને દૂર કરો કે જેના પર તમે સૌથી વધુ સમય બગાડો છો. આ પ્લેટફોર્મનો ઉપયોગ ફક્ત લેપટોપ પર કરો.