અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના લોસ એન્જલસમાં લાગેલી આગમાં અત્યાર સુધીમાં 10 લોકોના મોત થયા છે. આ કેલિફોર્નિયામાં અત્યાર સુધીની સૌથી મોટી આગ છે. છેલ્લા 4 દિવસથી લાગી રહેલી આગ આશરે 40 હજાર એકરમાં ફેલાઈ ગઈ છે. તેમાંથી 29 હજાર એકર વિસ્તાર સંપૂર્ણપણે બળી ગયો છે.
આગથી લગભગ 10 હજાર ઇમારતો નાશ પામી છે, જ્યારે 30 હજાર ઘરોને નુકસાન થયું છે. લગભગ 50 હજાર લોકોને તાત્કાલિક પોતાના ઘર ખાલી કરવા કહેવામાં આવ્યું છે. 3 લાખ લોકોને સલામત સ્થળોએ જવાની સૂચના આપવામાં આવી છે. વહીવટીતંત્રે ચેતવણી આપી છે કે શનિવાર સુધીમાં આગ વધુ ફેલાઈ શકે છે.1 લાખ લોકો વીજળી વગર જીવી રહ્યા છે.