ક્રિકેટને અંતિમ બોલ સુધીની રમત કહેવાય છે. ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલી મહિલાઓની ઘરેલુ મેચ દરમિયાન આવું જ થયું.
મહિલાઓની ધરેલુ સિરીઝની ફાઈનલમાં સાઉથ ઓસ્ટ્રેલિયા અને તસ્માનિયાની ટીમ સામ-સામે હતી. મેચ શનિવારે હોબાર્ટના બેલેરિવ ઓવલ મેદાન પર રમાઈ રહી હતી.
અંતિમ ઓવરમાં સાઉથ ઓસ્ટ્રેલિયાને 4 રનની જરૂર હતી. તેમની પાંચ વિકેટ હાથમાં હતી, પરંતુ તમામ વિકેટ પડી ગઈ અને તસ્માનિયા એક રનથી મેચ જીત્યું.