હેલ્થ અવેરનેસ માટે રાજકોટમાં ગેલેક્સી સાઇક્લો ક્રેઝનું આયોજન કરાયું છે. જેમાં વિદ્યાર્થી, યુવાનો અને વડીલો 15 કિલોમીટર સાઇકલ ચલાવશે. ગોંડલ રોડ ખાતેથી આ સાઇક્લો ક્રેઝ શરૂ થશે અને ચૌધરી હાઈસ્કૂલ ખાતે પૂર્ણ થશે. આ માટે હાલ રજિસ્ટ્રેશન ચાલુ છે. સાઇક્લો ક્રેઝ 29 ઓક્ટોબરના રોજ યોજાશે. જેમાં સ્થળ પર પહોંચવાનો સમય સવારે 6.00 કલાકનો છે. જ્યારે સાઇક્લો ક્રેઝ 6.30 કલાકે શરૂ થશે. શહેરીજનોને ભાગ લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.