ભારતના ફાર્માસ્યુટિકલ ઉદ્યોગએ તાજેતરના વર્ષોમાં નોંધપાત્ર વૃદ્ધિ જોઈ છે, ખાસકરીને જેનેરિક દવાઓનું બજાર મુખ્ય ફાળો આપનાર તરીકે ઉભરી આવ્યું છે. આ દવાઓમાં એ જ બધી સામગ્રી હોય છે, જે બ્રાન્ડેડ દવાઓમાં હોય છે પણ તે તેનાથી ઘણી ઓછી કિંમતે વેચાય છે. વ્યાજબી દરમાં આરોગ્યની કાળજી લેવાની વધતી જતી માંગની સાથોસાથ સરકાર પણ ફાર્માસ્યુટિકલ ક્ષેત્રને સહયોગ આપી રહી છે, જેથી તેમના વિકાસ માટે તેઓ અનુકૂળ વાતાવરણ ઉભું કરી શકે તેમ કાશ્મિક ફોર્મ્યુલેશનના એમડી નિલેશ પટેલે દર્શાવ્યો હતો. આઇબીઇએફની દ્રષ્ટિએ ભારતીય ફાર્માસ્યુટિકલ બજારમાં 2030 સુધીમાં 130 બિલિયન ડોલર સુધી પહોંચવાનો અંદાજ છે, જેમાં જેનેરિક દવા આ વૃદ્ધિમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
ભારત એ વૈશ્વિક સ્તરે જેનરિક દવાનો સૌથી વધુ પૂરવઠો પૂરો પાડે છે, વોલ્યુમની દ્રષ્ટિએ વૈશ્વિક બજારનો 20 ટકા હિસ્સો ધરાવે છે, એમ ઇન્ડિયન બ્રાન્ડ ઇક્વિટી ફાઉન્ડેશન (આઇબીઇએફ)નું કહેવું છે. ગરીબ લોકોને આરોગ્ય વિમો પૂરો પાડતી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (પીએમજેએવાય) જેવી સરકારી પહેલથી સસ્તી દવાઓને સરળતાથી મેળવી શકાય છે.
ભારતનું મજબૂત ફાર્માસ્યુટિકલ ઉત્પાદકિત ક્ષેત્ર પણ હંમેશા એ વાતની ખાતરી કરે છે કે, તેઓ ઉચ્ચ-ગુણવત્તાવાળી અને મૂલ્ય-અસરકારક દવાઓનો સ્થિર પૂરવઠો પૂરો પાડી શકે. દેશનું નિયમનકારી માળખું પણ એ વાતની ખાતરી આપે છે કે, આ દવાઓ બ્રાન્ડેડ દવાઓ જેટલી જ સલામત અને અસરકારક ધોરણો પૂરા કરે. જેને પરિણામે સ્થાનિક અને આંતરરાષ્ટ્રિય બજાર ભારત પર મોટેપાયે આધાર રાખે છે. તો આઇબીઇએફના આંકડા અનુસાર, 2021માં ભારતની નિકાસ મૂલ્યની દ્રષ્ટિએ 16 બિલિયન ડોલરે પહોંચી હતી.